પીએમ મોદીએ કરી Health ID Cardની જાહેરાત, હેલ્થ કાર્ડમાં કઈ કઈ સુવિધાઓ મળશે અને કેવી રીતે કામ કરશે? જાણો સંપૂર્ણ યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM)ની શરૂઆત કરી. હવે લોકોને તેમનો હેલ્થ રેકોર્ડ યાદ રાખવાની જરૂર નહીં પડે, પ્રિસ્ક્રિપ્શન લેટરથી છૂટકારો મળશે. તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક બાબત હેલ્થ કાર્ડમાં રેકોર્ડ કરવામાં આવશે. દેશમાં ક્યાંય પણ સારવાર મેળવવા માટે તમારે માત્ર તમારું યુનિક ID બતાવવાનું રહેશે. જાણો શું છે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અને તેનો ફાયદો કેવી રીતે ઉઠાવવો…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

1) મોદી હેલ્થ કાર્ડ યોજના શું છે?
આ યોજના અનુસાર, દેશના દરેક નાગરિકના સ્વાસ્થ્યની જાણકારી એક કાર્ડમાં રેકોર્ડ કરવામાં આવશે. તેને હેલ્થ કાર્ડ કહેવામાં આવશે. તેમાં વ્યક્તિની દરેક પ્રકારના પ્રિસ્ક્રિપ્શન અને ટેસ્ટ માહિતી હશે, જેને ગમે ત્યારે ગમે ત્યાં જોઈ શકાશે.

2) કેવી રીતે બનશે ડિજિટલ રેકોર્ડ?
દર્દીનો હેલ્થ ડેટા રાખવા માટે ડોક્ટર, હોસ્પિટલ અને ક્લિનિક એક સેન્ટ્રલ સર્વર સાથે કનેક્ટ રહેશે. આ યોજના દેશના નાગરિકો અને હોસ્પિટલો માટે સ્વૈચ્છિક રહેશે. એટલે કે, આ યોજનામાં કોઈપણ પોતાની ઈચ્છાથી સામેલ થઈ શકશે. તેમાં પ્રાઈવેસીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. કાર્ડ બનાવવા પર તમને એક સિંગલ યુનિક ID મળશે. આ IDથી તમે લોગિન કરી શકશો. કાર્ડ કેવી રીતે બનશે, તેની જાણકારી હજી સુધી જાહેર કરવામાં નથી આવી.

3) યોજનાની વિશેષતા શું છે?
આ યોજનાને ચાર ફીચરની સાથે શરૂ કરવામાં આવશે. તેમાં હેલ્થ ID, હેલ્થ રેકોર્ડ, ડિજી ડોક્ટર, અને હેલ્થ ફેસિલિટી મળશે. આ યોજનામાં ઈ-ફાર્મસી અને ટેલીમેડિસિનની સુવિધા પણ મળશે.

  • પર્સનલ હેલ્થ રેકોર્ડઃ તેનાથી કોઈપણ રોગની સારવાર કરતી વખતે સંબંધિત ડોક્ટરને તમારી હેલ્થ હિસ્ટ્રીની જાણ આ સંબંધિત એપ દ્વારા મળી જશે. તેનાથી ડોક્ટરને તમારી સારવાર કરવામાં સરળતા રહેશે. જો કોઈ દવા તમને નુકસાન કરી રહી હશે તો તે આ હેલ્થ હિસ્ટ્રીથી જાણ થઈ જશે.
  • ડિજી ડોક્ટરઃ સુવિધા દ્વારા દેશભરમાં પ્રાઇવેટ અને સરકારી ડોક્ટર પોતાની જાતને રજિસ્ટર્ડ કરાવી શકશે.
  • ટેલિમેડિસિનઃ તેની મદદથી તમે આ પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ કોઇપણ ડોક્ટર પાસે ઓનલાઇન ટ્રીટમેન્ટ કરાવી શકશે.
  • ઈ-ફાર્મસીઃ તેના દ્વારા તમે કાર્ડથી ઓનલાઇન દવા મગાવી શકશો.
  • ફીઃ પૈસા જમા કરવાના હોય, હોસ્પિટલમાં પ્રિસ્ક્રિપ્શન બનાવવા માટેની ભાગદોડ હોય વગેરે જેવી મુશ્કેલીઓમાંથી રાહત મળશે. આ તમામ વસ્તુઓ હવે એક જ ડિજિટલ કાર્ડથી સંભવ થઈ શકશે.

4) કેવી રીતે કામ કરશે તમારું હેલ્થ કાર્ડ?
જ્યારે પણ તમે ડોક્ટરની પાસે અથવા હોસ્પિટલમાં જશો તો અગાઉની સારવાર સંબંધિત પ્રિસ્ક્રિપ્શન અને ટેસ્ટ રિપોર્ટ લઈ જવાની જરૂર નહીં પડે. દેશમાં ક્યાંય પણ સારવાર કરી શકાશે. તમારે ફક્ત તમારું યુનિક ID બતાવવાનું રહેશે અને ડોક્ટર કોઈપણ જગ્યાએ બેસીને તમારો તમામ મેડિકલ રેકોર્ડ જોઈ શકશે. તેનાથી તમને મેડિકલ ટેસ્ટના તમામ રિપોર્ટને રાખવાની મુશ્કેલીમાંથી છૂટકારો મળશે.

5) ક્યારે આ યોજનાનો લાભ મળશે?
યોજનાના પ્રારંભિક તબક્કામાં હેલ્થ ID, પર્સનલ હેલ્થ રેકોર્ડ્સ, ડિજી ડોક્ટર અને હેલ્થ ફેલિસિટી રજિસ્ટર જેવી સુવિધા મળશે. ટેલિમેડિસન અને ઈ-ફાર્મસીની સુવિધાઓ બાદમાં જોડવામાં આવશે.

લોકોને આ યોજનાનો લાભ મેળવવા માટે થોડો સમય રાહ જોવી પડી શકે છે. હકીકતમાં સરકારે તેનું નામ, લોગો અને ટેગલાઈન માટે લોકો પાસેથી સૂચનો માગ્યા છે. 6 ઓગસ્ટ સુધીમાં સૂચનો આપવાના હતા. તેમાં 2604 લોકોએ સૂચનો આપ્યા છે. તેના વિજેતાને 25 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો