અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું- વડાપ્રધાને લોકડાઉન લંબાવીને યોગ્ય નિર્ણય કર્યો, આજે રાત્રે PM મોદી દેશને કરી શકે છે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ત્રીજી વખત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. તેમાં લોકડાઉન લંબાવવા અંગે ચર્ચા થઇ હતી. કોન્ફરન્સિંગમાં મોટાભાગના રાજ્યોએ લોકડાઉન વધારવા માટે કહ્યું હતું. કોન્ફરન્સ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાને લોકડાઉન વધારવાનો યોગ્ય નિર્ણય લીધો છે. અત્યારે ભારતની પરિસ્થિતિ અન્ય દેશો કરતા એટલા માટે સારી છે કારણ કે આપણે લોકડાઉન સમયસર કર્યું. જો અત્યારે લોકડાઉન ખોલવામાં આવશે તો બધું ગુમાવી દઇશું. હવે આ મુદ્દે વડાપ્રધાન ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ આજે સંબોધન કરી જાહેરાત કરી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કેજરીવાલે ટ્વીટમાં લખ્યું છે કે, વડાપ્રધાને લોકડાઉન લંબાવવાનો સાચો નિર્ણય લીધો છે. આજે, ઘણા વિકસિત દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ સારી છે કારણ કે આપણે વહેલી તકે લોકડાઉન શરૂ કર્યું હતું. જો હવે તેને રોકી દેવામાં આવે તો, બધા લાભ ખોવાઈ જશે. એકીકૃત કરવા માટે, તેને લંબાવવું તે પ્રભાવિત છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને દિલ્હીમાં 30મી એપ્રિલ સુધી લોકડાઉનની સમય મર્યાદા વધારવાની માગ કરી હતી. પીએમ મોદીએ દેશના તમામ રાજ્યના મુખ્ય પ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી છે. જે દરમ્યાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દિલ્હીમાં કોરોનાના 1 હજારથી વધારે પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાથી 584 જેટલા જમાતીઓ છે. જેથી દિલ્હીમાં કેટલાક વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજ૨ાત સહિતના ૨ાજયો કે જયાં ચોકક્સ એ૨ીયામાં કો૨ોનાની અસ૨ છે તે સિવાયના ક્ષેત્રોને અને અન્ય ક્ષેત્રોમાં કેટલાક ધંધા ૨ોજગા૨ને લોકડાઉનમાં થોડી વધુ છુટછાટ મળી શકે છે. પ્રસા૨ ભા૨તીએ ટવીટ ક૨ી જણાવ્યું હતું કે આજે વડાપ્રધાન સંબોધન નહી ક૨ે જોકે લોકડાઉન લંબાવવા અંગેનો નિર્ણય નિશ્ચિત હોવાનો સંકેત છે અને આ સંદર્ભે વડાપ્રધાન કાલે અથવા સોમવા૨ે દેશને સંબોધન ક૨ી જાહે૨ાત ક૨ી શકે છે

આ સ્થિતિમાં લોકડાઉન ખોલવું યોગ્ય નથી

અરવિંદ કેજરીવાલનું કહેવુ છે કે, આવી સ્થિતિમાં લોકડાઉનને ખોલવું યોગ્ય નથી. લોકડાઉન ખોલવાથી દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. આ જ પ્રકારે ઉદ્ધવ ઠાકરે એ પણ મહારાષ્ટ્રમાં વધતા જતા કેસોની ગંભીરતાને ધ્યાને લઇ સ્પષ્ટ વાત કરી છે કે, મહારાષ્ટ્રમાં તો લોકડાઉન વધશે. દેશમાં મહારાષ્ટ્ર ટોપ પર છે. મુંબઈમાં 1000થી વધારે કેસો માત્ર શહેરમાં છે.

9 રાજ્યોએ કેન્દ્ર સરકારને લોકડાઉન વધારવાની માંગ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી છે. જેમાં લોકડાઉનની અવધિ વધારવા પર ચર્ચા થઈ હોવાનું મનાય છે. આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મુખ્યપ્રધાનો સાથેની વાતચીતમાં પણ તેઓ માસ્ક પહેરીને બેઠેલા જોવા મળ્યા હતા. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવાવ માટે 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન 14મી એપ્રિલના રોજ પૂરું થવા જઈ રહ્યુ છે. અત્યાર સુધી 9 રાજ્યોએ કેન્દ્ર સરકારને લોકડાઉન વધારવાની માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, ઓડિશા સરકારે 30 એપ્રિલ અને પંજાબ સરકારે 1 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કરી લીધો છે.

દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા

જણાવી દઈએ કે, દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. જેથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને મહારાષ્ટ્રમાં લોકડાઉનનો સમય વધારવા માગ કરી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 15થી વધારે પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે કે 110થી વધારે લોકોના મોત થયા. જેથી મહારાષ્ટ્રમાં કોરોના હવે માહામારી સાબિત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન વધારવાની માગ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં કેટલાક જિલ્લામા હોટસ્પોટ આવેલા છે. જેથી આ વિસ્તારને સીલ કરી દેવામા આવ્યો છે.

ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 249

દેશભરમાં લોકડાઉનનો આજે 18 મો દિવસ છે, પરંતુ કોરોનાનો કેર વધતો જઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફી જાહેર કરવામાં આવેલ આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 1035 નવા કેસ નોંધાયા અને 40 લોકોના મોત થયા છે. તે સાથે દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 7447 થઈ ગઈ છે. આ બધા કેસમાથી 6565 દર્દી સક્રિય છે, 643 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને તેમને હોસ્પીટલમાંથી ડિટ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. સાથે જ ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 249 થયો છે. આજે રાજસ્થાનમાં 18, ઉત્તરપ્રદેશમાં 6 અને ઝારખંડમાં 3 નવા કેસ સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો