પ્લાસ્ટિક વેસ્ટનો સદ્ઉપયોગ, રાજકોટમાં આવાસ યોજનામાં પ્લાસ્ટિકના પેવિંગ બ્લોકનો ઉપયોગ, ભવિષ્યમાં રોડ બનાવી શકાશે

પર્યાવરણને બચાવવા માટે સૌથી મોટો પડકાર પ્લાસ્ટિક છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્યમાં પ્રથમ વખત આવાસ યોજનાના પાર્કિંગમાં પ્રાયોગિક ધોરણે પ્લાસ્ટિકનાપેવિંગ બ્લોક ફિટ કર્યા છે. આ પ્લાસ્ટિકના પેવિંગ બ્લોક સિમેન્ટના બ્લોકથી વધુ મજબૂત છે અને કિંમતમાં પણ 30 ટકા સસ્તા છે. બ્લોક બનાવવા માટે એક ચોરસ ફૂટ બ્લોકમાં 2.70 કિલોપ્લાસ્ટિક સહિતના વેસ્ટ મટિરિયલનો ઉપયોગ થાય છે. જે બનાવવા માટે 180થી 280 ડિગ્રી તાપમાનમાં બનતા હોવાથી ઉનાળામાં પણ તેના પર કોઇ અસર થતી નથી.

પ્લાસ્ટિક વેસ્ટનો સદ્ઉપયોગ

સ્વચ્છ સર્વેક્ષણમાં પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ રાજકોટ માટે મોટી સમસ્યા હતી. આગામી દિવસોમાં રાજકેાટમાંથી નીકળતા પ્લાસ્ટિકના કચરામાંથી પેવિંગ બ્લોક, લાદી સહિતની પ્રોડક્ટનોઉપયોગ થાય તેવી સંભાવના છે. મનપાના સ્પેશિયલ સિટી ઇજનેર આવાસ યોજના અલ્પના મિત્રાએ જણાવ્યું હતું કે, મવડીમાં સ્માર્ટ ઘર -2ના પાર્કિંગમાં 120 ચોરસ મીટરમાં પ્લાસ્ટિકનાપેવિંગ બ્લોક ફિટ કરાયા છે. હાલ મનપા 30ની મજબૂતાઇવાળા સિમેન્ટના 1 ચોરસ મીટરમાં પેવિંગ બ્લોક ફિટ કરવા રૂ.590 જેટલો ખર્ચ કરે છે તેની સામે પ્લાસ્ટિકના બ્લોક પાછળ રૂ.450નોખર્ચ થાય છે. બે માસ સુધી પ્લાસ્ટિકના બ્લોક પર કેવા પ્રકારની અસર થાય છે તેનો અભ્યાસ કરાશે. જો સફળ થશે તો આગામી દિવસોમાં ફૂટપાથ સહિતની જગ્યા પર પ્લાસ્ટિકના બ્લોકનોઉપયોગ કરવામાં આવશે. પ્લાસ્ટિક બ્લોક બનાવવા માટે કોઇ પણ પ્રકારનું વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે આ ઉપરાંત ડસ્ટ, ફ્લાયએસ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્લાસ્ટિક બ્લોકથી પર્યાવરણ બચશે અને શહેરની સ્વચ્છતામાં વધારો થશે

  • પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ થશે તેથી પર્યાવરણને ફાયદો થશે
  • તમામ પ્રકારના પ્લાસ્ટિકનો બ્લોક બનાવવામાં ઉપયોગ થશે
  • મજબૂતાઇમાં સિમેન્ટના બ્લોકથી પણ મજબૂત છે
  • સિમેન્ટ બ્લોક પાછળ થતા ખર્ચથી 30 ટકા સસ્તા પડે છે
  • કચરો વીણતા લોકો પહેલા અમુક પ્રકારના પ્લાસ્ટિકનો કચરો ન લેતા હવે તમામ કચરો વીણશે અને તેમને રોજીરોટી મળશે
  • ડ્રેનેજ લાઇન પ્લાસ્ટિકના કારણે ચોકઅપ થાય છે તેમાં રાહત રહેશે
  • શહેર પ્લાસ્ટિકના કચરાથી મુક્ત બનશે, સ્વચ્છતા સર્વેક્ષણમાં ફાયદો થશે

એક્સપર્ટ વ્યૂઃ હૈદરાબાદમાં છ માસ પહેલા ફિટ થયા છે, કોઇ સમસ્યા નથી

પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવવામાં આવેલા બ્લોક, લાદી હૈદરાબાદમાં છેલ્લા છ-આઠ માસ પહેલા ફિટ થયા છે. ત્યાંની મહાનગરપાલિકાએ કલરફુલ પ્લાસ્ટિક બ્લોક રોડ પર ફિટ કર્યા છે. આબ્લોકમાં ગ્રૂવ ટાઇપની ડિઝાઇન હોવાથી તેના પરથી વાહનચાલકો પસાર થાય તો સ્લિપ થતા નથી. જે સ્થળે વરસાદી પાણી જમીનમાં ઉતારવું હોય ત્યાં આ બ્લોકમાં જે પ્રકારે વિટ્રિફાઇડમાં ગ્રૂવ(બે વિટ્રિફાઇડ વચ્ચે જગ્યા) રાખી ફિટિંગ કરવામાં આવે છે તેમ ફિટિંગ કરી શકાય અથવા પ્લાસ્ટિકના બ્લોક બનાવતી સમયે જ તેમાં હોલ રાખીને ખાસ પ્રકારની ડિઝાઇનથી બનાવી શકાય છે.આ બ્લોકથી કોઇ સમસ્યા નહીં આવે. મજબૂત હોવાથી તૂટી જવું કે બટકી જવાની કોઇ ફરિયાદ પણ નહીં રહે. -ભાવેશ પટેલ, સિવિલ ઇજનેર

સિમેન્ટ બ્લોક જેટલા મજબૂતઃ કમિશનર

પ્રાયોગિક ધોરણે આવાસ યોજના સ્માર્ટ ઘર-2ના પાર્કિંગમાં પ્લાસ્ટિક બ્લોકનો ઉપયોગ કરાયો છે. બ્લોક બનાવનારના કહેવા મુજબ તે સિમેન્ટ બ્લોક જેટલા જ મજબૂત છે અને રોડ બનાવવામાંપણ ઉપયોગ કરી શકાય તેમ છે. લેબોરેટરીમાં મજબૂતાઇમાં પ્લાસ્ટિક બ્લોક પાસ થયા છે અને જો સફળ થશે તો રોડ પણ બનાવી શકાય તેમ છે. – બંછાનિધિ પાની, કમિશનર રાજકોટ મનપા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો