આપણે પ્લાસ્ટિકની જે બોટલ પાણી પીને ફેંકી દઇએ છીએ તેમાંથી બનેલી વસ્તુઓ વિદેશોમાં 140થી 1400 રૂપિયામાં વેચાઇ રહી છે

પ્રદૂષણનું સૌથી મોટું કારણ બની ચૂકેલા પ્લાસ્ટિકના નિકાલ માટે દુનિયા ભલે ઝઝૂમી રહી હોય પણ રાજસ્થાનના જોધપુરે આમાં કમાણીનું માધ્યમ શોધી કાઢ્યું છે. આપણે 15-20 રૂપિયામાં ખરીદીને પાણી પીધા બાદ ફેંકી દઇએ છીએ તે બોટલોમાંથી જોધપુરના હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટર્સ ગિફ્ટ આર્ટિકલ્સ અને ડેકોરેટિવ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવે છે. આ ઇન્ડસ્ટ્રીની નિકાસનો આંકડો વાર્ષિક અંદાજે 100 કરોડ રૂપિયા થઇ ચૂક્યો છે.

જોધપુરના હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટર્સ વાર્ષિક 100 કરોડની નિકાસ કરે છે.

પ્લાસ્ટિક વેસ્ટનું અન્ય ઉત્પાદન પેટ યાર્ન પણ અહીં તૈયાર થઇ રહ્યું છે. દેશમાં સૌથી વધુ પેટ યાર્ન પાણીપતમાં બને છે પણ જોધપુર અને જયપુરમાં પણ પ્લાસ્ટિક વેસ્ટમાંથી તેનું ઉત્પાદન થઇ રહ્યું છે.તેમાંથી કારપેટ અને મેટ બનાવાય છે, જેની અમેરિકા અને યુરોપના દેશોમાં નિકાસ કરાય છે. પેટ યાર્નની બનેલી વસ્તુઓની વિશેષતા એ છે કે તેનો વૂલન પ્રોડક્ટ્સની જેમ ઘરની અંદર અને બહાર ઉપયોગ થઇ શકે છે.

જોધપુર હેન્ડીક્રાફ્ટ એક્સપોર્ટર્સ એસોસિયેશનના અધ્યક્ષ ડૉ. ભરત દિનેશે જણાવ્યું કે જોધપુરમાં અત્યાર સુધી જૂના કપડાં, લોખંડના ભંગાર, જૂની કારો, સાઇકલો, રેલવેના જૂના પાટા, રિક્ષા, લાકડાની જૂની વસ્તુઓ તથા અન્ય રિસાઇકલ્ડ પ્રોડક્ટ્સમાંથી સામાન તૈયાર કરીને તેની નિકાસ કરતું હતું. હવે અહીંના ઉદ્યમીઓએ પ્લાસ્ટિક વેસ્ટમાંથી હેન્ડીક્રાફ્ટ્સ તૈયાર કરીને નવી ઇકો ફ્રેન્ડલી ઇન્ડસ્ટ્રી ઊભી કરી દીધી છે. અહીંના નિકાસકારો દક્ષતા તથા નવા પ્રયોગો દ્વારા વિવિધ વસ્તુઓ બનાવી વિદેશ મોકલી રહ્યા છે. તેના કારણે અહીંના ઉદ્યોગોને બિઝનેસ જ્યારે યુવાનોને રોજગારી મળી રહી છે.

જોધપુરના નિકાસકારો પ્લાસ્ટિકની વેસ્ટ બોટલોમાંથી શો લેમ્પ, મૂર્તિઓ, પિગ્ગી બોક્સ, પેન હોલ્ડર, ફોલ્ડર્સ તથા કૂંડા બનાવી રહ્યા છે. વિદેશોની ફાઇવ સ્ટાર હોટલો અને ઘરોમાં તેમની ખૂબ માગ છે. હવે દેશમાં પણ આ પ્રોડક્ટ્સ ખૂબ પસંદ કરાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો