ગાંધીનગર સચિવાલય સંકુલમાં PIએ સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ખળભળાટ
બાયડની વ્રજ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને 2008માં પોલીસ સર્વિસમાં જોડાયેલા અને ગાંધીનગર સચિવાલયમાં સલામતી શાખાના પીઆઇ 41 વર્ષીય પ્રિતેશ પટેલે સચિવાલય સંકુલમાં ગૃહવિભાગની સામે આવેલા પાર્કિંગમાં પોતાની કારમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો હતો. ત્યારે પીઆઈ પટેલના મૃતદેહને માદરે વતન બાયડમાં લવાતા અરવલ્લી પોલીસે પીઆઈ પ્રિતેશ પટેલના પાર્થિવદેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગાર્ડ ઓફ ઓનર બાયડ મહિલા પીઆઈ ગોહિલ ઉપસ્થિતિમાં અપાયું હતું. પીઆઈ પી.જે.પટેલની અંતિમવિધિમાં સમાજના અગ્રણીઓ અને શહેરના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. બાયડના વેપારી પરિવારના પુત્ર એવા પીઆઈએ આત્મહત્યા કરી લેતા લોકચર્ચાએ જોર પકડ્યું છે.
થોડા સમય અગાઉ સરગાસણ શિફ્ટ થયા હતા
અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા પીઆઈ પ્રિતેશ પટેલ થોડા સમય અગાઉ બાયડથી પરિવાર સાથે ધોરણ 12માં અભ્યાસ કરતી પુત્રી અને ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે ગાંધીનગર સરગાસણ ખાતે શિફ્ટ થયા હતા. મૃતક પીઆઈના પત્ની ડાભા નજીક આવેલ માનપુર શાળામાં ફરજ બજાવી રહ્યા છે. શનિવારે મોડી રાત્રી સુધી પીઆઈ પ્રિતેશ પટેલ તેમના ઘરે ન પહોંચતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.
નોકરીએથી પરત ન આવતાં પરિવારજનો ટેન્શનમાં આવી ગયા
ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા એક ફ્લેટમાં રહેતા મૂળ બાયડના 41 વર્ષના પી.આઈ પ્રિતેશ પટેલ રોજની જેમ સચિવાલયના સલામતી શાખામાં નોકરી જતાં હતાં. પરંતુ ગઈકાલે નોકરીએથી પરત ન આવતાં પરિવારજનો ટેન્શનમાં આવી ગયા હતાં. ત્યાર બાદ પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. જેના પગલે પોલીસે તપાસ કરતા આત્મહત્યાની આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. 41 વર્ષીય પ્રિતેશ પટેલે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયું નથી. પરંતુ તેમની આત્મહત્યાથી વતન સહિત પોલીસ બેડામાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. હાલ પોલીસ પી. જે. પટેલની આત્મહત્યા પાછળના કારણો શોધવામાં લાગી ગઇ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
પરિવારમાં પુત્ર-પુત્રી અને પત્ની
પોલીસે તપાસ કરતાં સચિવાયલમાં સલમાતી શાખામાં પહોંચી હતી, જ્યાં આવેલા પાર્કિગમાં કારમાં તપાસ કરતાં PIની લાશ મળી આવી હતી.પોલીસે કારનો દરવાજો ખોલ્યો તો PI લોહીલુહાણ હાલતમાં અંદર પડ્યાં હતાં. પ્રિતેશ પટેલે પોતાની કારમાં જ પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેમના પરિવારમાં પુત્ર-પુત્રી અને પત્ની છે.
કોણ હતા પી.આઈ પટેલ?
નોંધનીય છે કે, પ્રિતેશ 2008માં પોલીસ સર્વિસમાં જોડાયા હતાં. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવી હતી.તેઓ મૂળ બાયડના વતની છે.હાલ સરગાસણમાં ખાનગી ફ્લેટમાં રહેતા હતા. 6-7મહિનાથી ગાંધીનગર સચિવાલય સલામતી શાખામાં ફરજ બજાવતા હતા. મૂળ અરવલ્લીના બાયડના રહેવાસી ગાંધીનગરના સરગાસણથી સચિવાલય અપડાઉન કરતા હતા. તેઓ 6 મહિના પહેલા બાયડ ખાતેનું મકાન વેચી ગાંધીનગર શિફ્ટ થયા હતા. પી.આઇ તેમના પિતાના ઘરથી અલગ રહેતા હતા. PIના પિતા બાયડ ખાતે તમાકુનો વેપાર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

