રાજસ્થાનના બાંદીકૂઈની SDM પિંકીની લાંચખોરી: હાઈવેના 1KMની જમીનના બદલે 1 લાખ રૂ. માંગ્યા, કંપની પર દબાણ મૂકવા 6 મહિના ખેડૂતોનું વળતર અટકાવ્યું

રાજસ્થાનના બાંદિકુઇના તત્કાલીન SDM પિંકી મીણાએ હાઇવે બનાવતી કંપની પાસેથી પ્રત્યેક કિલોમીટર માટે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. પહેલા હપ્તામાં તેણે 6 લાખ રૂપિયા માંગ્યા હતા. ત્યારપછી તેણીએ લાંચની રકમ વધારીને 10 લાખ રૂપિયા કરી દીધી હતી. અન્ય વિભાગમાં કાર્ય કરતા દૌસાના SDMના પુષ્કર મિત્તલે લાંચની રકમ વધારીને 10 લાખ કરી હતી, જે વાતની જાણ પિંકીને થતા તેણીએ પણ વધું લાંચની માગણી કરી હતી.

ACBએ આ ઘટના પર 4 હજાર પાનાની ચાર્જશીટ બનાવી છે. ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર, પિંકીએ 6 મહિના સુધી ખેડૂતોને મળી રહેલા વળતરની રકમને અટકાવી હતી, જેના કારણે તેઓ કંપની પર લાંચ આપવા માટે વધુ દબાણ મૂકી શકે.

જમીન સંપાદનની જવાબદારી તેના અંતર્ગત હતી

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ની ભારતમાલા પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની જવાબદારી બાંદીકૂઈની તત્કાલીન SDM પિંકી મીણાને અપાઈ હતી. આ પ્રોજક્ટના અંતર્ગત લાભાર્થીઓને મળવા પાત્ર તમામ રકમ પ્રશાસન પાસે આવી પહોંચી હતી. જેની ધનરાશી જમીન સંપાદન પ્રક્રિયાના પૂર્ણ થયા પછી તમામ ખેડૂતોને આપવાની હતી. ત્યારપછી હાઈવે કંપનીને જમીન પર કબજો આપવાનો હતો.

આ બંને કામોને પિંકી મીણાએ અટકાવી રાખ્યા હતી. ખેડૂતો સંતુષ્ટ ન થાય અને તેઓ કંપનીઓને કામ કરવાની પરવાનગી ન આપે તે માટે પિંકી મીણાએ આ રકમને રોકી રાખી હતી. જે ખેડૂતોના વળતરની માંગને સ્વીકારાઈ હતી, તેમની જમીન પર કબજો આપવાના બદલામાં પિંકીએ લાંચની માગણી કરવાની વ્યૂહરચના બનાવી હતી. જેમાં 1 કિમી રસ્તાની જમીનનો કબજો મેળવવા માટે 1 લાખ રૂપિયાની લાંચ લેવાનો નિર્ણય કરાયો હતો.

વારંવાર કામ સ્થગિત કરાતા કંપનીએ ફરિયાદ નોંધાવી

હાઇવે કંપની પિંકી મીણાને પહેલા 6 લાખ ચૂકવવાની હતી, પરંતું પછી તેણે પલટી મારી હતી. બીજી બાજુ દુંસા SDMએ 10 લાખની ધનરાશીની માગણી કરી હતી , જે વાતની જાણ પિંકી મીણાને થતા તેણીએ પણ લાંચની રકમ વધારીને 10 લાખ કરી દીધી હતી. બાંદીકૂઈ અને દૌસા બન્ને એકદમ સુસંગત વિસ્તારો છે અને આ બંન્ને વિસ્તારોમાં કંપનીઓને હાઇવે પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીનની આવશ્યકતા હતી.

અહીંયા કામ કરી રહેલી કંપનીના કામમાં વારંવાર ખલેલ પહોંચાડીને અટકાયત કરાતી હતી. જેના કારણે કંપનીએ પિંકી મીણા સાથે IPS મનીષ અગ્રવાલ અને SDM પુષ્કર મિત્તલની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મનીશ અગ્રવાલને તેમની બહેનના વિવાહના પગલે વચગાળાના જામીન મળ્યા છે, જ્યારે પિંકી મીણાને પણ હાઈકોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા છે.

લાંચની રમતમાં હાઈવે કંપનીના કર્મચારીઓ પણ સામેલ

ACBએ ખુલાસો કર્યો હતો કે, પિંકી મીણા પોતે લાંચની રકમ લેવા નહોતી ઈચ્છતી. આ માટે તેણે હાઇવે કંપનીને લાંચના પૈસા પોતાના કર્મચારી અમિતને આપવાની જાણ કરી હતી. હાઈવે કંપનીએ તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાના મનસૂબે પિંકીને લાંચ આપવાની મનાઈ ફરમાવી દીધી હતી. લાંચને લઈને કરાયેલી તમામ વાતચીતની રેકોર્ડિંગ્સ ACBના ડિજિટલ પુરાવાઓમાં સામેલ છે. આ તમામ વાતનો ખુલાસો અમિતે ACB સાથેની વાતચીત દરમિયાન કર્યો હતો.

ધરપકડ કરાતા પહેલા 3 વખત વાતચીતની રેકોર્ડિંગ કરાઈ

હાઈવે કંપનીના પ્રતિનિધિની ફરિયાદના આધોરે ACBએ ઘણી વખત ઊલટ તપાસ હાથ ધરીને યોગ્ય પુરાવાઓ એકત્રિત કર્યા હતા. તેમણે ડિજિટલ રેકોર્ડિંગ્સ પણ આપવામાં આવી હતી. જેમાં પિંકી મીણાએ લાંચની માંગણી કરી હોય તેવી 3 રેકોર્ડિંગ્સ પુરાવા પેઠે રાખવામાં આવી છે. ACBએ પણ તમામ પુરાવાઓની તપાસ કર્યાપછી પિંકી મીણાની ધરપકડ કરી હતી. ACBએ આ સમગ્ર ઘટનાની માહિતીની ડિજિટલ રેકોર્ડિંગ્સના પુરાવાની ટ્રાન્સક્રિપ્ટ બનાવીને એક ચાર્જશીટ બનાવી હતી, જેને કોર્ટમાં યોગ્ય પુરાવાઓ સાથે રજૂ કરાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો