ફાટેલી એડીને મુલાયમ બનાવે છે અનાનસ, ત્વચાની વિવિધ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આ રીતે બનાવો પેસ્ટ, જાણો અને શેર કરો

અનાનસ એક ટ્રોપિકલ ફળ છે જેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે જે સ્કિન (Skin)ની ચમક વધારવા માટે બહુ જરૂરી છે. અનાનસમાં બ્રોમેલિન નામનું એક એન્ઝાઇમ હોય છે કે ત્વચાને વધુ સારી રીતે એક્સફોલિએટ કરે છે અને ત્વચાની ચમક વધારે છે. તેની મદદથી ફાટેલી એડીઓ (Cracked heels)ની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકાય છે. કેટલાય વર્ષોથી આ ફળનો ઉપયોગ વિવિધ રોગોના ઘરેલુ ઉપચાર તરીકે કરવામાં આવે છે. વાળ અને ત્વચાના યોગ્ય સ્વાસ્થ્ય માટે પાઈનેપલ લાભદાયી છે. તેમાં વિટામિન ઉપરાંત પોટેશિયમ, ઝીંક અને એન્ટીઓક્સીડેંટ ભરપૂર માત્રામાં હોય છે.

ત્વચા માટે છે ફાયદાકારક
જો તમે અનાનસ જ્યુસનું દરરોજ સેવન કરો અથવા અનાનસ પેસ્ટને પોતાના ચહેરા પર લગાવો તો તેનાથી ચહેરાની ચમક વધી જાય છે. આ ઉપરાંત પાઈનેપલ ત્વચાની ઊંડે સુધી કેર કરે છે એટલે ત્વચાની ગંદકી નીકળી જાય છે અને ડેડ સ્કિન (Dead skin) પણ નીકળી જાય છે. તમે સ્ક્રબર તરીકે તેનો ઉપયોગ કરવા માગો તો પહેલા પાઈનેપલના પલ્પને બાઉલમાં કાઢી લો અને તેમાં બે ચમચી બ્રાઉન શુગર (Brown Sugar) મિક્સ ક્રો. હવે હળવા હાથે ચહેરા પર સ્ક્રબ કરો. દસ મિનિટ બાદ તેને ધોઈ લો. તમારા ચહેરા પર ગ્લો આવી જશે

એડીઓ માટે
ફાટેલી એડીઓને પહેલા જેવી કરવા માટે તમે પાઈનેપલને ખાંડ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને તેને એડી અને પગ પર લગાવીને સ્ક્રબ કરો. તમે એમાં થોડું મધ મેળવી શકો છો. ત્યારબાદ થોડા નવશેકા પાણીથી પગને ધોઈ લો. આ રીતે તમે પગની એડીઓને ક્રેક થવાથી બચાવી શકશો.

નખની પીળાશ આ રીતે કરો દૂર
જો તમારા નખ પીળા અને નબળા પડી ગયા હોય તો પાઈનેપલના રસમાં ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરીને સારી રીતે બ્લેન્ડ કરો. હવે તેમાં એક ચમચી બદામનું તેલ ઉમેરો. આ મિશ્રણને નખ પર લગાવો અને તે સુકાઈ જાય ત્યાં સુધી રાખો. નખ ધીરે ધીરે હેલ્ધી બનશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો