ઘરના દેશી ઉપચારથી ચપટીમાં દૂર કરો ખીલ અને ડાઘ, આ રીતે કરો ઉપચાર જાણો અને શેર કરો

‘ખીલ’ એ કિશોરાવસ્થાથી યુવાવસ્થા સુધી યુવક-યુવતીઓને થતી સૌથી મોટી સમસ્યા છે. કિશોરાવસ્થાની સાથે થતાં ખીલનું પ્રમાણ શરૂઆતમાં ઘણા ઓછા હોય છે, પરંતુ કેટલીક વખત એ ધીમે ધીમે એટલું વધી જાય છે કે, તેની પીડા, ખંજવાળ વગેરેથી પરેશાન થઈને વ્યક્તિ તેને ખોતરી કે ફોડીને, પોતાના જ ચહેરાને વધારે ખરાબ કરી દે છે. કેટલીક વખત ખીલ મટી ગયા પછી પણ ચહેરા પર તેના ડાઘ અને ખાડા રહી જતા હોય છે તો આજે અમે કેટલાક ઉપાય લઇને આવ્યા છીએ. જેની મદદથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકશો.

ખીલ થવાના કારણો

– ખીલ ઉત્પન્ન થવાનું પ્રથમ અને પ્રમુખ કારણ છે. ‘હોર્મોનલ પરિવર્તન’. ઘણી વખત બાળક દશ-બાર વર્ષની ઉંમરે પહોંચે છે કે, તરત તેમાં લિંગ સંબંધી સ્વાભાવિક પરિવર્તનો થવા લાગે છે. શરીરનાં બધા તંત્રો સક્રિય બની જાય છે અને અંતઃસ્ત્રાવોમાં પરિવર્તનની શરૂઆત થાય છે. આ પરિવર્તનોના કારણે ખીલ ઉત્પન્ન થઈ શકે છે.

– ખીલ થવાનું બીજું કારણ છે, ‘પાચનતંત્રની અક્રિયાશીલતા’. પાચનતંત્રની ગરબડનાં કારણે જ્યારે આહારનું પાચન બરાબર ન થાય ત્યારે ગેસ, અપચો, કબજિયાત વગેરે ઉત્પન્ન થાય છે. જે અપ્રત્યક્ષરૂપથી ખીલને ઉત્પન્ન કરવામાં કારણ બને છે.

આ રીતે કરો ઉપચાર

– રોજ જો આપણે કેટલીક સામાન્ય કામ નિયમિતરૂપથી કરીએ તો ખીલની સાથે સાથે પાચનતંત્રની તકલીફોને પણ દૂર કરી શકાય છે.

– જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પેટ સાફ રહેવું જોઈએ. એ માટે રોજ રાત્રે એક ચમચી ત્રિફળા ચૂર્ણ પાણીમાં પલાળીને સવારે ગાળીને નિયમિત પીવું ફાયદાકારક છે.

– રોજ ઓછામાં ઓછુ ત્રણ-ચાર લીટર પાણી પીવાથી પણ પેટ સાફ થાય છે. જે વ્યક્તિઓ દિવસમાં લગભગ આઠ ગ્લાસ પાણી પીવે છે. તે લોકોને ઓછા ખીલ થાય છે.

– ખીલની શરૂઆત થતી હોય તો આહારમાં તીખા, ખારા, મસાલેદાર, ચટપટા, તળેલા પદાર્થો તેમજ ચટણી, અથાણાં, પાપડ જેવી વસ્તુઓનું સેવન બિલકુલ ન કરવું જોઇએ.

– ભોજનમાં દાળ, લીલા શાકભાજી, સલાડ વગેરેનો ભરપૂર ઉપયોગ કરવો. સાથે વિટામિનથી ભરપૂર સંતુલિત આહાર લેવો.

– રોજ રાત્રે સૂતા પહેલા ગરમ પાણીથી ચહેરો ધોઈને ગુલાબજળ, ગ્લિસરીન અને લીંબુનો રસ મિશ્ર કરી હળવા હાથે ચહેરા પર માલિશ કરવી.

– લીમડાના બીજ (લીંબોળી)ને છાશમાં પીસીને તેનો દિવસમાં બે વાર ચહેરા પર લેપ કરવો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો