આ મુખ્યમંત્રી ચાલુ વરસાદમાં છોડને પાણી આપી રહ્યા હતા, ફોટો વાયરલ થતાં લોકોએ જુઓ શું લખ્યું

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની એક તસવીર સામે આવી છે. જેમાં તે સંગેમરરના બે મોટા પથ્થરો પર ઊભા રહીને છોડવાઓને પાણી આપતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ તેમની પાછળ છત્રી લઇ ઊભો છે. જેથી વરસાદનું પાણી તેમના પર પડે નહીં. આના પર શુક્રવારે એક વ્યક્તિએ લખ્યું, અંદાજ અપના અપના. મુખ્યમંત્રીના સૂચના પ્રસારથી જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે ચોહાનજી રોજ એક છોડવું લગાવે છે અને તેમાં પાણી નાખે છે. ખરાબ હવામાન હોવા છતાં તે છોડવા લગાવી રહ્યા છે અને તેમાં પાણી નાખી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વિપક્ષ પાર્ટી કોંગ્રેસે ચૌહાણ પર કટાક્ષ કરતા એક ટ્વીટ કરી છે. જેમાં કોંગ્રેસે એક તસવીર પણ ટ્વીટ કરી છે. જેમાં મુખ્યમંત્રી સંગેમરમરના બે મોટા પથ્થરો પર ઊભા રહીને છોડ લગાવ્યા પછી તેમાં પાણી નાખી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ તેમની ઉપર છત્રી ખોલીને ઊભો છે. જેથી વરસાદથી તેમને બચાવી શકાય.

કોંગ્રેસે ચૌહાણ પર વ્યંગ કરતા લખ્યું કે, આ છે માટીના લાલ, ખેડૂત પુત્ર. મધ્ય પ્રદેશ કોંગ્રેસના મીડિયા પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ ચૌહાણની તસવીર પોસ્ટ કરી ટ્વીટ કરી છે. ટ્વીટ કરી લખ્યું, માટી કે લાલ, કિસાન પુત્ર શિવરાજ જી કા ગીલી મીટ્ટી પર મહંગા પથ્થર બિછાકર બરસાત મેં છાતા લગાકર પૌધે કો પાની ડાલને હુએ વિહંગમ દ્રશ્ય.

સલૂજા દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ પર એક વ્યક્તિએ લખ્યું, શું ગજબની નોટંકી છે. છત્રી, વરસાદ, કેમેરો અને એક્શન.

આ વિશે એક અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું કે, અમે આવી ઘટિયા બાબતો પર ટિપ્પણી કરવા માગતા નથી. સન્માનમાં જો કોઇ તેમના માટે સંગેમરમરના પથ્થર પાથરે છે તો ચૌહાણજી શું કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો