માતૃપ્રેમની હૃદયસ્પર્શી તસવીર: દુર્ગમ પહાડ અને પથરાળ રસ્તો ખૂંદી આદિવાસી માતા બીમાર બાળકને ઊંચકી 10 કિમી ચાલી પહોંચી હોસ્પિટલ.

નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના અતિવૃષ્ટિ કારણે મોલગી-અક્કલકુવા રસ્તા ઉપર આવેલા નાના મોટા પુલ અને રસ્તા વરસાદમાં ધોવાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે. સાતપુડા વિસ્તારમાં પહાડ પર રહેતા ગ્રામજનો પગપાળા ચાલીને જવું પડી રહ્યું છે. બુધવારે સવારે અક્કલકુવાના માલીઆંબા ગામની એક માતા પોતાના કાળજાના કટકો એવા બીમાર દિકરાને વરસાદમાં ખોળામાં ઊંચકી 10 કીમી પગપાળા ચાલીને હોસ્પિટલ પહોંચી હતી. માતાનું હ્રદય બીમાર દિકરાને કારણે અંદરથી દુ:ખી હતું. છતાં બહારથી સ્મિત વરસાવતી જોવા મળી હતી. એક માતાની હાલતની આ ગંભીર તસ્વીર ઘણું બધુ કહી જાય છે.

10-12 કિલોમીટર સુધી પગપાળા ચાલીને અવર જવર કરવી પડે છે

નિઝર તાલુકાના અડીને આવેલા અક્કલકુવા તાલુકામાં ગત અઠવાડિયામાં જોરદાર વરસાદ પડતાં મહારાષ્ટ્ર મોલગી-અક્કલકુવા માર્ગે પર તમામ નાના મોટા 8 પુલ તુટી ગયા હતાં. મોલગીથી આવતાં આદિવાસી લોકોએ દેવગોઈ-દેવગુલ્લર સુધી વાહનોથી પ્રવાસ કરીને દેવગુલ્લરથી આમલીબારી સુધી 10-12 કિલોમીટર સુધી પગપાળા ચાલીને અવર જવર કરવી પડી રહી છે. બુધવારે સવારે દેવગુલ્લર આમલીબારી પહાડોમાં રીમઝીમ વરસાદમાં ખભા પર છત્રી અને બંન્ને હાથોમાં લાડકવાયો બીમાર નાનો દિકરો ખોળામાં ઉપાડીને પગપાળા ચાલીને અક્કલકુવા શહેરમાં હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચી હતી.

સાતપુડાના પર્વત વિસ્તારમાં આરોગ્ય વિભાગ ગંભીર નથી

તાપી અને નર્મદા જિલ્લાનાં બાજુમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા ધડગાવ તળોદા તાલુકાના ગ્રામીણો સાતપુડા વિસ્તારનાં પર્વતમાળામાં આરોગ્યની સુવિધાની મોટી સમસ્યા છે. આદિવાસી લોકોનાં સારવાર માટે નંદુરબાર જિલ્લાનું તંત્ર ગંભીર નથી. ઇમર્જન્સીમા ઘણાં આદિવાસી લોકોની યોગ્ય સારવાર સમયસર ન મળતાં મોત થતા હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો