લોકોને કંટાળો ના આવે તે માટે પોલીસે સોસાયટીમાં ગરબાનું આયોજન કર્યું, પણ મહિલા PIને વર્દી પહેરી ગરબે ઘૂમવાનું ભારે પડ્યું, કરાયા સસ્પેન્ડ

લોકડાઉન વચ્ચે સતત ઘરમાં રહેતા લોકોને થોડું મનોરંજન મળે તે માટે યોજાયેલા ગરબામાં પોતે જ ગરબે ઘૂમવું બોપલના મહિલા પીઆઈને ભારે પડી ગયું છે. બોપલની સફલ પરિસર સોસાયટીમાં આયોજીત કરાયેલા ગરબામાં પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ વર્દીમાં જ ગરબા રમતા નજરે પડ્યા હતા.

જોકે, પીઆઈને વર્દીમાં ગરબે ઘૂમતા જોઈ તેમજ આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ના જળવાતા તેની ગંભીર નોંધ લઈ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અમદાવાદના એસપીને આ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા હતા. જિલ્લા એસપી રાજેન્દ્ર અસારીએ આ મામલે પગલાં લઈને પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ આપ્યો છે.

હાલ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર. રાઠવાને બોપલનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વાયરલ થયેલા આ વિડીયોમાં બોપલના મહિલા પીઆઈ વર્દીમાં જ પોતાના સ્ટાફ સાથે ગરબે ઘૂમતા હતા. તેમની સાથે વિડીયોમાં દેખાતા કેટલાક સ્ટાફે માસ્ક પણ નહોતું પહેર્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો