રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વરમાં ફરજ બજાવતા PI બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરે છે, ગનથી લઈ બેલ્ટ સુધી બધું સેનેટાઇઝ કર્યા બાદ જ ઘરમાં જાય છે

રાજકોટમાં હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરમાં રોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજકોટના 29માંથી 18 કેસ માત્ર જંગલેશ્વરમાંથી મળી આવ્યા છે. જ્યારે અહીં પોલીસ સતત ખડેપગે રહે છે. ત્યારે અંદરથી દરેક પોલીસને એક પ્રકારનો ભય પણ રહે છે. રાજકોટના PI સુખવિન્દરસિંઘ ગડુ આ વિસ્તારમાં સતત ખડેપગે હોય છે. પરંતુ તે પોતાનું પણ એટલું જ ધ્યાન રાખે છે. જ્યારે પણ ઘરે જાય એટલે ઘરના દરવાજામાંથી પ્રવેશ કરતા નથી. ઘરની પાછળ બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરે છે અને તમામ વસ્તુ ગેલેરીમાં સેનેટાઇઝ કર્યા બાદ ઘરમાં એન્ટ્રી કરે છે. જંગલેશ્વરવાસીઓએ પણ PIની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. બે દિવસ પહેલા જ જંગલેશ્વરવાસીઓએ તેમના પર ફૂલોનો વરસાદ કરી કામગીરીને વધાવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

માતા બીમાર, થોડા સમય પહેલા જ હોસ્પિટલમાંથી રજા થઇ, વીડિયોકોલ મારફતે જ વાત કરતા

આ કપરા સમયમાં કેટલાક પોલીસકર્મીઓ એવા છે કે જેમણે એક તરફ તેમના પરિવારની જવાબદારી છે તો બીજી તરફ લોકોને સુરક્ષિત રાખવાની જવાબદારી પણ. એક પોલીસ અધિકારી કે જેમની બીમાર માતા ઘરે સારવાર લઈ રહી છે. છતાં તેઓ રાત-દિવસ પોતાની ફરજ પર તૈનાત રહીને લોકો પાસે લોકડાઉનનું પાલન કરાવી રહ્યા છે. રાજકોટના ટ્રાફિક PI સુખવિન્દરસિંઘ ગડુ કે તેમની માતા છેલ્લા ઘણા સમયથી બીમાર છે. તેમની પાસે રહેવાના બદલે તેઓ પોતાની ફરજ ચૂક્યા નથી. માતાના હાલચાલ વીડિયો કોલ મારફતે પૂછી લે છે. PIનું કહેવું છે કે, મારી જવાબદારી પરિવાર સાથે લોકોની રક્ષા કરવાની પણ છે. હું આ સમયે મારી ફરજને વધારે મહત્વ આપી રહ્યો છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો