ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની હવે ખેર નથી, ગૃહ વિભાગનો આદેશ: ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના કારનામાઓને નોટિસબોર્ડ ઉપર લગાવવામાં આવશે અને સોશ્યલ મીડિયા ઉપર શેર કરવામાં આવશે

દેશમાં પોલીસ કર્મચારીઓ સામે અવાર-નવાર ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી રહે છે. દેશમાં પોલીસ વિભાગની છબિ ઘણી ખરાબ થઈ ગઈ છે. ત્યારે પોલીસની છબિને સુધારવા માટે અને વિભાગમાં ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે, જે અંતર્ગત વિભાગના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓની તસવીરો તેમના દ્વારા કરાયેલા ક્રાઈમની સાથે નોટિસ બોર્ડ પર લગાવાશે. સાથે જ તેમની તસવીરોને સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવશે. આ નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી પોલીસની છબિ અને જાહેર સંપર્કની શરૂઆત અંતર્ગત લેવામાં આવ્યો છે.

ગૃહ વિભાગે તમામ DGPને આદેશ આપ્યો છે કે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના ફોટોગ્રાફ અને તેમણે આચરેલી ગેરરીતિની વિગતો પોલીસ સ્ટેશનના નોટિસબોર્ડ ઉપર અને સોશ્યલ મીડિયા ઉપર શેર કરવામાં આવે. આ ફક્ત નીચલા લેવલના અધિકારીઓ માટે નહીં IPS સહિતના અધિકારીઓ માટે લાગુ પડશે.

કેન્દ્ર દ્વારા બહાર પડાયેલા નિર્દેશમાં કહેવાયું છે કે, ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા તેમની તસવીરને તેમના દ્વારા કરાયેલા ગુનાની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરાશે, જેથી લોકોને તેની જાણ થાય. સાથે જ પોલીસ મથકોમાં પણ તેમની તસવીરો પ્રદર્શિત કરાશે. આ ઉપરાંત સરકારે કહ્યું કે, આ નિર્ણય માત્ર નાના કર્મચારીઓ સુધી જ મર્યાદિત નહીં રહે. ભ્રષ્ટ આઈપીએસ અધિકારીઓની તસવીરો પણ મૂકવામાં આવશે.

તો, સરકારે પોલીસ ફોર્સને પોતાની આંતરિક સતર્કતા યુનિટને મજબૂત કરવા માટે નિર્દેશ આપ્યો છે, જેનાથી ભ્રષ્ટ પોલીસ કર્મીઓને સરળતાથી પકડી શકાશે. નિર્દેશમાં કહેવાયું છે કે, હિંદી અને અંગ્રેજી ભાષાની સાથે લોકલ ભાષાનો ઉપયોગ કરાશે, જેનાથી વધુ પ્રસારથી વધુ લોકોને જાણ થઈ શકે. સાથે જ નિર્દેશમાં પોલીસની સંવેદનશીલતા બતાવવા વિડીયો અને ફોટોને પણ સોશિયલ મીડિયા પર શેર કરાશે, જેનાથી તેની છબિ સુધારી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો