ખુલ્લામાં બેસીને જમતા પોલીસકર્મીને જોઈને લોકો થયા ભાવુક, કહ્યું અમારી પાસે કહેવા માટે શબ્દો નથી.. દેશની જવાબદારી સંભાળનારને સલામ
દેશભરમાં કોરોના વાયરસની સ્થિતિ સામે દેશમાં ડૉક્ટર અને પોલીસ તથા સુરક્ષાકર્મીઓ ખડેપગે ઉભા છે. આવામાં એક પોલીસકર્મીની તસવીર વાઈરલ થઈ રહી છે જેઓ ખુલ્લામાં બેસીને જમતા દેખાઈ રહ્યા છે. જોકે, આ તસવીર ક્યાની છે અને ક્યારની છે તે અંગે કોઈ વિગતો સામે આવી નથી.
21 દિવસના લોકડાઉન દરમિયાન મેડિકલ સ્ટાફ, સુરક્ષાકર્મીઓ ખડેપગે દેશની સેવા કરી રહ્યા છે આવામાં તેમની કામગીરીની સતત વિવિધ રીતે સોશિયલ મીડિયા પર પ્રશંસા કરવામાં આવી રહી છે. તેમની રાત-દિવસની ડ્યુટીના કારણે દેશમાં લોકડાઉન દરમિયાન સ્થિતિને કાબૂમાં રાખવાની કોશિશો થઈ રહી છે. આ તસવીર પણ લોકડાઉન દરમિયાનની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ પોલીસકર્મીને સલામ
To all the police out there on the frontline… mega respect and salute! They are doing what they can, in whatever way they can too! A few bad apples cannot be the ones getting highlighted only! pic.twitter.com/ekucrWJJ5x
— Gauravv K Chawla (@gauravvkchawla) March 30, 2020
આ તસવીરને 30 માર્ચના દિવસે Gauravv K Chawla દ્વારા પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. તેમણે લખ્યું છે કે, “તે તમામ પોલીસકર્મીઓને સલામ છે જેઓ ફ્રન્ટ લાઈનમાં ઉભા છે.”
આથિયા શેટ્ટીએ પણ કરી પ્રશંસા
so much respect and gratitude. this image says so much https://t.co/cqrAPwxdUB
— Athiya Shetty (@theathiyashetty) March 30, 2020
આથિયાએ આ ફોટોને રિટ્વીટ કરીને લખ્યું છે કે, “ખૂબ આભાર અને સન્માન, આ તસવીર ઘણું કહી જાય છે.” જણાવી દઈએ કે આ ફોટોને સુનીલ શેટ્ટીએ પણ રિટ્વીટ કર્યો છે.
દેશની જવાબદારી સંભાળનારને સલામ
આ ખબર લખવામાં આવી ત્યારે તસવીરને 17,000 કરતા વધારે લોકોએ લાઈક અને હાજરો લોકોએ રિટ્વિટ કરી છે. ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 1000ને પાર થઈ ગયો છે. જ્યારે 32 લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

