PGVCLનું લૂંટ કનેક્શન, લેટબિલના દંડની કોઈ જોગવાઈ નથી છતાં મોડું બિલ ભરનાર પાસેથી રિ-કનેક્શન ચાર્જ પેટે પૈસા ખંખેરી લેવાય છે

રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રમાં વીજબિલ મોડું ભરવા પર 100 રૂપિયાનો દંડ ભરવાનો ભોગ અનેક વીજગ્રાહકો બન્યા હશે. ખરેખર મોડું બિલ ભરવા બદલ દંડ ફટકારવાની કોઈ જોગવાઈ જ નથી. પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડના મોટાભાગના સબ ડિવિઝનોમાં મોડું બિલ ભરનાર વીજગ્રાહકો પાસેથી 100 રૂપિયા દંડ અને 18 GST મળીને કુલ 118 રૂપિયાના ઉઘરાણા કરી વીજકંપનીએ આખા સૌરાષ્ટ્રમાં લૂંટ મચાવી છે. હકીકતમાં બિલ નહીં ભરવા પર જ્યારે કોઈ ગ્રાહકનું કનેક્શન કાપી નાખવામાં આવે, ત્યારબાદ બિલ ભરપાઈ કરી દીધા પછી ફરી કનેક્શન જોડવાનું હોય તો જ નિયમ મુજબ વીજકંપની રિ-કનેક્શન ચાર્જ વસૂલી શકે છે, પરંતુ હાલ સબ ડિવિઝનોમાં મોડું બિલ ભરનાર ગ્રાહકોને બેરોકટોક 118 રૂપિયાનો દંડ વીજકંપની ફટકારી રહી છે અને બદલામાં જે પહોંચ અપાય છે તે રિ-કનેક્શન ચાર્જ વસૂલ્યાની હોય છે. ખરેખર તે ગ્રાહકનું કનેક્શન કપાયું નથી છતાં એક સબ ડિવિઝનમાં આવી રોજની 25 પહોંચ ફાટે છે.

આ રીતે સમજો રોજ 7 લાખની લૂંટનું રહસ્ય

  • પ્રત્યેક સબ ડિવિઝનમાં એવરેજ 25 ગ્રાહક મોડું બિલ ભરવા આવે છે.
  • એક ગ્રાહક પાસેથી વીજકંપની લેટચાર્જ પેટે રૂ.118 (100+18 GST) વસૂલે છે.
  • એક સબ ડિવિઝનમાં એવરેજ 25 ગ્રાહક પાસેથી વસૂલેલી રકમ રૂ. 2950 થાય છે.
  • PGVCLના સૌરાષ્ટ્ર-કચ્છમાં 250થી વધુ સબ ડિવિઝન છે.
  • તેથી (2950×250) એક દિવસમાં 7 લાખથી વધુની લૂંટ થાય છે.

તારીખ વિત્યા બાદ પણ ઓનલાઈન બિલ ભરો તો દંડ નહીં

મોડું બિલ જે-તે સબ ડિવિઝનમાં ભરવાથી લેટબિલ ચાર્જ ફરજિયાત ભરવો પડે છે, જ્યારે ઓનલાઈન બિલ ભરવાથી મૂળબિલની રકમ સિવાય અન્ય કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવતો નથી. કેટલીક ખાનગી મોબાઈલ એપ્લિકેશન તો બિલ પેમેન્ટ ઉપર 10 ટકાથી વધુ કેશબેક પણ આપે છે, જ્યારે વીજકંપની ફાયદો કરાવવાને બદલે લૂંટે છે. ઓનલાઈન બીલ પેમેન્ટ PGVCLની વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન, નેટ બેન્કિંગ અને ફોન-પે સહિતના માધ્યમથી કરી શકાય છે. જેમાં દંડ લાગતો નથી.

વીજબિલ ભરવાનો આ છે સાચો નિયમ

  • બિલ ઈશ્યૂ થયા પછી તે ભરવા માટે 10 દિવસનો સમય અપાય છે.
  • બિલ ભરવાની છેલ્લી તારીખ બાદ 15 દિવસમાં બિલ ભરવું ફરજિયાત.
  • છેલ્લી તારીખ બાદ પણ બિલ ન ભરાય તો ગ્રાહકને નોટિસ અપાય છે.
  • છતાં પણ બિલ ન ભરાય તો તે ગ્રાહકનું કનેક્શન કાપી નખાય છે.
  • કનેક્શન પાછું કાર્યરત કરવા ગ્રાહકે રિ-કનેક્શન ચાર્જ પેટે 100 રૂપિયા ભરવાના રહે છે.

કનેકશન કપાયું હોય તો જ રિ-કનેકશન ચાર્જ વસૂલાય

ચીફ એન્જિનિયર જે.જે. ગાંધી, એચ.પી. કોઠારી, કે. મલકાનએ કહ્યું હતું કે, જો વીજ કનેકશન કપાયું હોય તો જ રિ-કનેકશન ચાર્જ વસુલી શકાય છે. પરંતુ હાલમાં રિ-કનેકશન ચાર્જના નામે થઈ રહેલી લૂંટ મામલે તમામ અધિકારીઓએ જવાબદારીની ફેંકાફેંકી કરી હતી.

આ રહ્યો બોલતો પુરાવો

પીજીવીસીએલના મોટાભાગના સબડિવિઝનમાં વીજ ગ્રાહકો પાસેથી કરવામાં આવતી લૂંટનો આ પુરાવો છે. જેમાં વીજ કંપની લેટ બિલ પેટે 100 રૂપિયા વસુલે છે અને તેની એક રસીદ અને 9-9 ટકા જીએસટીની અન્ય બે રસીદો પણ આપે છે. આ સમગ્ર પ્રકરણ ત્યારે ખુલ્લું પડી જાય છે જ્યારે પીજીવીસીએલે આપેલી રસીદમાં લેટ બિલ ચાર્જ નહીં પરંતુ રિ-કનેકશન ચાર્જ દર્શાવાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close