છેલ્લા ચાર દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ગુજરાતમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂ. 90 થવાની શક્યતા

પેટ્રોલિયમ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. સોમવારે ડીઝલના ભાવમાં 17થી 19 પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં મહત્તમ 7 પૈસાનો વધારો થયો છે. આ વધારા સાથે દેશનાં ઘણાં શહેરોમાં પેટ્રોલની કિંમત 90ની પાર પહોંચી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન લિટરદીઠ પેટ્રોલના ભાવમાં 50 પૈસા અને ડીઝલમાં 90 પૈસા જેવો વધારો થયો છે. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ રૂ. 90.63 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે, જ્યારે જયપુરમાં ડીઝલ 80 રૂપિયાને પાર કરી ગયું છે.

નવા ભાવવધારા બાદ પેટ્રોલનો 1 લિટરનો ભાવ રૂ. 78.97 થયો છે. પેટ્રોલ પંપ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, ભાવવધારો ચાલુ રહેશે તો આવતા બે-ચાર દિવસમાં પેટ્રોલનો દર ગુજરાતમાં પણ રૂ. 80 પ્રતિ લિટર થઇ શકે છે. સોમવારે ડીઝલનો રેટ રૂ. 76.67 પ્રતિ લિટર પર પહોંચ્યો છે.

અમદાવાદ ખાતે નવા ભાવવધારા બાદ પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂ. 78.97 થયો છે. પેટ્રોલ પંપ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, ભાવવધારો ચાલુ રહેશે તો આવતા બે-ચાર દિવસમાં પેટ્રોલનો દર ગુજરાતમાં પણ રૂ. 90 પ્રતિ લિટર થઇ શકે છે. આજે સોમવારે ડીઝલનો રેટ રૂ. 76.67 પ્રતિ લિટર પર પહોંચ્યો છે.

દેશનાં મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેર પેટ્રોલ (રૂ/લિટર) ડીઝલ (રૂ/લિટર)
અમદાવાદ 78.97 76.67
દિલ્હી 88.23 71.23
મુંબઈ 84.59 77.73
ચેન્નઈ 89.24 76.72
ઇન્દોર 89.21 78.91
ભોપાલ 82.00 78.86
નોઇડા 84.15 71.73
જયપુર 88.73 80.13
પટના 84.15 76.80

શુક્રવારથી ભાવ વધવાના શરુ થયા
ઓઇલ કંપનીઓએ શુક્રવાર 20 નવેમ્બરથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો શરૂ કરી દીધો છે. આ 4 દિવસમાં પેટ્રોલ 47 પૈસા અને ડીઝલ 80 પૈસા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. 22 નવેમ્બરથી પેટ્રોલના ભાવ સ્થિર હતા, જ્યારે ડીઝલના ભાવ 2 ઓક્ટોબરથી યથાવત્ રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો