પત્નીના આપાઘાત બાદ પતિએ પણ કર્યો આપઘાત, હચમચાવી દેતી સુસાઇડ નોટ: ‘હું મારી વાઈફ વગર નહીં જીવી શકું, મારી બંને દીકરીઓ મારી લાઈફ છે’

પેટલાદમાં એક યુવકે સુસાઇડ નોટ (Suicide note) લખીને બુધવારે રાત્રે આપઘાત કરી લીધો હતો. યુવકની પત્નીએ પણ પાંચ દિવસ પહેલા આપઘાત (Petlad woman ends life) કર્યો હતો. પત્નીના આપઘાત બાદ ડિપ્રેશનમાં આવીને યુવકે આપઘાત કરી લીધો છે. આપઘાત કરી લેનાર યુવક નિશાંત ઉર્ફે મોન્ટુ નિલેશ મહીડા (Nishant Mahida)એ વર્ષ 2015માં પ્રિયંકા (Priyanka Mahida) સાથે પ્રેમ લગ્ન (Love marriage) કર્યાં હતાં. આપઘાત કરી લેનાર નિશાંત MSW તરીકે જ્યારે તેની પત્ની પ્રિયંકા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. આપઘાત પહેલા નિશાંતે જે સુસાઇડ નોટ લખી છે તે ખરેખર હચમચાવી દે તેવી છે. જેમાં નિશાંતે લખ્યું છે કે, ‘મારી બંને દીકરીઓ મારી જિંદગી છે. હું મારી પત્ની વગર જીવી શકું તેમ ન હોવાથી તેની પાસે જઈ રહ્યો છું.’ પત્નીના આપઘાત અને સાસરી પક્ષના લોકો દીકરીઓને લઈ ગયા હોવાથી નિશાંત ડિપ્રેશનમાં આવી ગયાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વ્હાલાં મારા કુંટુંબીજનો, ખાસ મારા પપ્પા. મેં તમને કદી સપોર્ટ નથી કર્યો. પણ તમે હંમેશા મને ખૂબ સપોર્ટ કર્યો. બાએ પણ બહુ સાચવ્યો. હું નિશાંત તમારો દીકરો, મારી વાઈફ પ્રિયંકા સાથે 2015માં પ્રેમ લગ્ન, તેમાં પણ તમે મને ખૂબ સપોર્ટ આપ્યો

મેં ખૂબ જ દિલથી લવ કર્યો. મારી બંને દીકરીઓ મારી લાઈફ છે. હાલ આ સમયે પ્રિયંકાએ જે પગલું ભરી સુસાઈડ કર્યું, એમાં સૌથી વધારે મને આઘાત લાગ્યો છે. મારી ચાર જણની ફેમિલી એમાં વિખરાઈ ગઈ છે. હું એના વગર નથી જીવી શકતો.

જે કર્યું એમાં મારી કોઈ ભૂલ નથી. હું નિર્દોષ છું. એ નથી અને મારી સાસરીવાળા મારી બે દીકરીઓને લઈ ગયા અને મને પાછી આપતાં નથી એનાથી હું ખૂબ ડિપ્રેશનમાં છું. એ ત્રણેય વગર હું નહીં જીવી શકું. સોરી, તમને હું છોડીને જાઉ છું

મેં હંમેશા તમારૂં કોઈનું ન માનીને મારી સાસરીવાળાને જ સાચવ્યા. એમાં હું તમારાથી પણ અલગ થઈ ગયો હતો. હું નિર્દોષ હોવા છતાં મારા સાસરીવાળા મારો દોષ કાઢીને મને તેમજ તમને (મમ્મી-પપ્પા) ખોટી રીતે ફરિયાદ કરી ફસાવવા માંગતા હતા.

તેઓ મારી દીકરીઓને મારી પાસેથી લઈ ગયા હોઈ, હું આ સહન કરી શકું તેમ નથી. હું હજુ પણ પ્રિયંકાને ખૂબ ચાહતો હોઈ એની પાસે જતો રહું છું. તમને છોડીને, મને માફ કરશો. હું બધાને ખૂબ ચાહું છું

સમાજમાં બધાં કહશે કે મેં કોઈનું ન વિચાર્યું. પણ હું મારી વાઈફ વગર નહી જીવી શકું. કેમ કે મારી બંન્ને દીકરીઓ પણ મારી પાસે નથી. તમે એ લોકોને ઘણો સમજાવવા પ્રયત્ન કર્યો પણ એ લોકોને હું આ પગલું ભરીને બતાવીશ કે હું ખોટો ન્હોતો

સૌથી વધારે તો મને મારી વાઈફની ખોટ પડશે. હવે એ લોકોથી હું કંટાળી ગયો છું. મારી દીકરીઓને પણ સાસરીવાળાઓએ મારાથી દૂર કરીને મારૂં જીવન તોડી નાંખ્યું. હું મારી વાઈફ જોડે જાઉં છું. મને પ્લીઝ દીલથી માફ કરી દેજો

મારા ઘરના લોકોએ કદી પ્રિયંકાને જરા પણ ત્રાસ નથી આપ્યો. પરંતુ સાસરીવાળાએ મને મેન્ટલી તોડી નાંખ્યો. મેં મારી દીકરીઓ માટે બહું કંટ્રોલ કર્યો. મારા દરેક મિત્રો, સગા સ્ટાફ દરેકનો હું દિલથી હું આભારી છું. ફોનમાં વીડિયો છે, I am Sorry. Nishant”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો