દર્દનાક ઘટના આવી સામે: નબળી આંખોએ આપ્યો દગો, વૃદ્ધાએ ચા પત્તીની જગ્યાએ નાંખી કીટનાશક દવા, ઝેરી ચા પીતા દંપતીનું થયું મોત

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) અશોકનગરમાં વૃદ્ધ દંપતીનું (Old age couple) સવારે ચાના (tea) કારણે મોત થયું હતું. વૃદ્ધાની નબળી આંખોના કારણે ચા પત્તી ઓળખી ન શકી. ચા પત્તી ઓછી પડવાના કારણે વૃદ્ધા બીજા રૂમમાંથી ચા પત્તીની જગ્યાએ કીટનાશક ઉઠાવી લાવી હતી અને ઉકળતા પાણીમાં તેમણે જંતુનાશક દવા (pesticide) નાંખી દીધી હતી. આમ ચા પીવાના કારણે વૃદ્ધ દંપતીનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમનો પુત્ર સારવાર બાદ સાજો થયો હતો.

મળતી માહિતી પ્રમાણે મુંગાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કછિયાના મોહલ્લામાં રહેનારા વૃદ્ધ દંપતી શ્રીકિશન સેન અને કોમલબાઈ માટે સવારની ચા તેમની છેલ્લી ચા બની ગઈ હતી. દરરોજની જેમ પતિ શ્રીકિશન મંદિર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. અને પત્ની કોમલબાઈ રસોડામાં ચા બનાવવા લાગ્યા હતા. ચા પત્તી ઓછી પડવાના કારણે તેઓ બીજા રૂમમાં ગયા હતા. જોકે, વૃદ્ધાની આંખો નબળી હોવાથી ઓછું જોઈ શકતી હતી. આમ તેઓ ચા પત્તીની જગ્યાએ પેકેટમાં રાખેલી જંતુનાશક દવા લઈ આવી હતી.

કિચનમાં આવીને તેમણે ઉકળતા પાણીમાં કીટનાશક નાંખ દીધી હતી. પોતાના પતિને ચા આપી અને પુત્રને જગાડ્યા બાદ પોતે પણ ચા પીધી હતી. ત્યારબાદ શ્રીકિશન સેન સાઈકલથી મંદિર જવા માટે નીકળ્યા હતા. થોડા દૂર પહોંચ્યા ત્યાં તેઓ ચક્કર આવતા પડી ગયા હતા. આ દરમિયાન પુત્રએ પણ ચા પીધી પરંતુ તેને કડવી લાગી હતી. તેણે ચાને અધુરી મૂકી દીધી. આ દરમિયાન પડોશી શ્રીકિશનના સમાચાર લઈને તેના ઘરે આવે છે.

શ્રીકિશનને બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ ઘરમાં હાજર કમલાબાઈ અને તેમના પુત્રની હાલત પણ ખરાબ થવા લાગી હતી. પરિવારજનો બંનેને હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરે કમલાબાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે જિતેન્દ્રની સારવાર કરવામાં આવી હતી.

આ અંગેની જાણકારી મળતા જ મુગાવલી પોલીસ સ્ટેશન પ્રભારી સોનપાલ સિંહ તોમર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે વૃદ્ધાએ ભૂલથી ચા પત્તીની જગ્યાએ કીટનાશક દવા નાંખી હતી.

આ મામલે તપાસ ચાલું છે. એક સાથે વૃદ્ધ દંપતીના મોતથી આખા પરિવારમાં કોહરામ મચી ગયો હતો. એક જ ચિતા ઉપર બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો