કડક ટ્રાફિક નિયમોથી બચવા યુવાને હેલ્મેટ પર પર લાયસન્સ, RC બુક, PUC અને વીમાની કોપી લગાવી દીધી, યુવાન લોકોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર

આગામી દિવસોમાં ગુજરાતમાં કમરતોડ દંડ સાથે ટ્રાફિક નિયમના કડક કાયદાનો સંભવતઃ અમલ થઇ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના એક ઇન્સ્યોરન્સ એજન્ટે દંડથી બચવા માટે પોતાના હેલ્મેટ ઉપર ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક સહિતના ડોક્યુમેન્ટ લગાવી દીધા છે. એજન્ટે જણાવ્યું હતું કે, પોતાને ભુલવાની આદત હોવાથી મે હેલ્મેટ ઉપર જરૂરી દસ્તાવેજો લગાવી દીધા છે.

બુલેટ લઇને નિકળતો યુવાન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો

વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં વિજયનગરમાં રામપાલ શાહ રહે છે. તેઓ ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ કરે છે. બુલેટ ધરાવતા રામપાલ હેલ્મેટ પહેરીને જ પોતાનું વાહન ચલાવતા હતા. પરંતુ આગામી દિવસોમાં કમરતોડ દંડ સાથે ગુજરાત સરકાર દ્વારા સંભવતઃ અમલ થનારા ટ્રાફિક નિયમના કાયદાથી બચવા માટે તેઓએ પોતાના હેલ્મેટ ઉપર ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી. અને વાહનના વીમાની કોપી લગાવી દીધી છે. આજે તેઓ રોડ પોતાની બુલેટ લઇને નીકળતા રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

તમામ દસ્તાવેજ રાખે તો દંડ ભરવાનો આવશે જ નહીં

રામપાલ શાહે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમના કાયદાનું પાલન કરવું મારી ફરજ છે. મારી પાસે બુલેટ છે. બીજુ કે મને ભૂલવાની આદત હોવાથી હેલ્મેટ ઉપર મે ટ્રાફિક નિયમના તમામ દસ્તાવેજો લગાવી દીધા છે. ટ્રાફિક પોલીસ ઉભા રાખે ત્યારે તેઓને હેલ્મેટ બતાવી દઉં છું. અકસ્માતથી બચવા હેલ્મેટ પહેરવું જરૂરી છે. આગામી દિવસોમાં વધુ દંડ સાથેનો કાયદો અમલમાં આવી રહ્યો છે. પરંતુ જો દરેક વાહન ચાલક હેલ્મેટ પહેરે અને પોતાની પાસે તમામ દસ્તાવેજ રાખે તો દંડ ભરવાનો આવશે જ નહીં. લોકોને પણ મારી અપીલ છે કે, હેલ્મેટ પહેરો અને સાથે તમામ દસ્તાવેજ રાખો. અને દંડની રકમ ભરવાથી બચો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો