સાંભળી ન શકતા દિકરાની થતી પજવણીથી તંગ પરિવારનું કઠોર પગલું: ડોક્ટરે પત્ની અને 2 બાળકોને ઝેરનું ઈન્જેક્શન આપી આત્મહત્યા કરી લીધી

મહારાષ્ટ્રના અહેમદનગરમાં એક ડોક્ટરે શનિવારે આત્મહત્યા કરી લીધી અને તેમણે સાથે જ સમગ્ર પરિવારનો પણ અંત લાવી દીધો. તેમના પરિવારમાં પત્ની અને 2 દિકરા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે કર્જતના રાશિન ગામમાં રહેતા ડો.મહેન્દ્ર થોરાટે પહેલા પત્ની અને બાળકોને ઝેરનાં ઈન્જેક્શન આપી દીધા અને ત્યારબાદ પોતે ફાંસી લગાવી લીધી. તેણે સુસાઈડ નોટમાં લખ્યું કે તેમનો દિકરો સાંભળી શકતો ન હતો, માટે લોકો તેની સાથે સારું વર્તન કરતા ન હતા. આ સ્થિતિથી તંગ આવીને આ કઠોર પગલું ભર્યું છે.

41 વર્ષના ડો.થોરાટ ગામમાં જ હોસ્પિટલ ચલાવતા હતા. પોલીસે તેમની પત્ની વર્ષા, 16 વર્ષનો દિકરો કૃષ્ણા અને 7 વર્ષનો કૈવલ્યના મૃતદેહ ઘરના એક રૂમમાંથી મેળવ્યા હતા. ડો. થોરાટનો મૃતદેહ બીજા રૂમમાંથી મળ્યો હતો. રૂમમાંથી ઝેરના ઈન્જેક્શન પણ મળી આવ્યા છે. સવારે કેટલાક દર્દી દવા લેવા પહોંચ્યા ત્યારે આ લોકોના મૃત્યુનો ખુલાસો થયો હતો.

ઘટનાથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે. તેમા લખ્યું છે કે હવે કોઈ વાત સાંભળવાની શક્તિ રહી નથી. અમે આજે તમને હંમેશને માટે અલવિદા કરી રહ્યા છીએ. કૃષ્ણા સાંભળી શકતો નથી. સમાજ દ્વારા તેની સાથે જે વર્તણૂંક કરવામાં આવી રહી છે તે હવે સહન થઈ શકે તેમ નથી. અમે તેમનું દુઃખ સહન કરી શકીએ તેમ નથી. અમે સમાજમાં એક ગુનેગારની માફક અહેસાસ કરી રહ્યા છીએ. સમાજમાં અપરાધના બોજ સાથે રહેવું અમારાથી સહન થઈ શકે તેમ નથી.

તેમણે લખ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી અમે ખુબ જ દુઃખી છીએ. કૃષ્ણાને પણ કોઈ બાબતમાં મન લાગતુ નથી. તેને કોઈ માર્ગ સુજતો નથી. તેને હંમેશા ખરાબ લાગે છે, પણ તે આ અંગે પ્રતિક્રિયા આપતો નથી. એક માતાપિતા તરીકે તે જે વ્યથાનો અહેસાસ કરે છે તે અમે જોઈ શકીએ તેમ નથી. આ ઘટના માટે કોઈને પણ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે દોષિત ન માનવામાં આવે. થોરાટનો દિકરો કૃષ્ણા ક્રિકેટર હતો. તે પુણેની સ્પોર્ટ્સ ઈન્સ્ટિટ્યુટમાંથી અભ્યાસ કરતો હતો. લોકડાઉનને લીધે ઘરે આવી ગયો હતો.

દિવ્યાંગ બાળકો માટે સંપત્તિ દાન કરવા ઈચ્છા દર્શાવતા સુસાઈડ નોટમાં ડો.થોરાટે લખ્યું છે કે તે દિવ્યાંગ બાળકો માટે કામ કરનારી સંસ્થાને તેની સંપત્તિ દાન કરવા ઈચ્છે છે. અમારા મૃત્યુ માટે કોઈને જવાબદાર ઠરાવવામાં ન આવે.

ડો.થોરાટ સમાજને લગતા કાર્યોમાં ઘણો લગાવ ધરાવતા હતા. તેઓ ગરીબ લોકોની સારવાર માટે પૈસા લેતા ન હતા. અચાનક તેમના દ્વારા જે પગલું ભરવામાં આવ્યું છે તે લોકોમાં ચર્ચાનો વિષય છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો