અમદાવાદના જુહાપુરામાં પોલીસ પર પથ્થરમારો, હુમલાખોરોએ ગાડીના કાચ તોડ્યાં, 15ની અટકાયત કરાઈ

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 197 થઈ ગઈ છે. તેવામાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ સતત કામગીરી કરી રહી છે. ત્યાં શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે. વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. હુમલાખોરોએ પોલીસની વાન પર પણ પથ્થરમારો કર્યો છે. આ મામલે સેકટર 1 જેસીપી, ડીસીપી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસે 15 જેટલા લોકોની અટકાયત કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો:

પોલીસની ગાડીના કાચ તૂટ્યાં

વેજલપુર વિસ્તારમાં પોલીસની ટીમ સાંજે જ્યારે લોકડાઉનનો અમલ કરાવવા માટે જ્યારે પેટ્રોલિંગ કરતી હતી ત્યારે કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ જુહાપુરા વિસ્તારના ગુલાબપાર્કમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. આ મામલે ઝોન 7 ડીસીપી કે એન. ડામોરે જણાવ્યું હતું કે, ‘સાંજે સાત વાગ્યે વેજલપુર પોલીસ જુહાપુરા સંકલિતનગર પાસે ગુલાબનગર ગલીમાં લોકડાઉન અમલ માટે સમજાવવા ગયા ત્યારે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા છે. આ ઘટના મામલે ગુનો નોંધવામાં આવશે. અને હાલ તો 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે.’

જુહાપુરામાં પથ્થરમારાની ઘટના બનતાં જ સરખેજ પોલીસ તેમજ વેજલપુર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. અને આ મામલે પોલીસે 15 જેટલાં લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પથ્થરમારાની ઘટના બાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે ઉચ્ચ અધિકારીઓએ પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો