રાજકોટમાં સસ્તા અનાજની દુકાનમાં હલકી કક્ષાનું અનાજ અપાતા હોબાળો, ઘઉંમાં ધનેડા જોવા મળ્યાં, જાગૃત મહિલાએ વીડિયો ઉતાર્યો
રાજકોટના સહકાર મેઈન રોડ પર આવેલી સસ્તા અનાજની દુકાનમાં હલકી કક્ષાનું અનાજ અપાતું હોવાથી જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં ઘઉંમાં ધનેડા પડી ગયા હોવાનું જોવા મળ્યું હતું. તેમજ ચણા પણ કાળા પડી ગયેલા જોવા મળ્યાં હતા. હલકી કક્ષાનું અનાજ અપાતું હોવાનો વીડિયો સામાજિક કાર્યકર આશા પટેલે પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો અને વાઈરલ કર્યો છે. સસ્તા અનાજની દુકાનમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો. આશા પટેલે જણાવ્યું હતું કે, પુરવઠા વિભાગ યોગ્ય કાર્યવાહી કરે. લોકોને હલકી કક્ષાનું અનાજ આપી આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે.
મહિલાઓએ આક્ષપ કર્યો હતો કે, દર વખતે આવું જ અનાજ આપે છે અને ગયા વખતે મટકા પડી ગેયલું અનાજ આપવામાં આવ્યું હતું. સરકાર તરફથી અનાજ આપવામાં આવે છે પરંતુ ભ્રષ્ટ અધિકારીને કહેવું છે કે આ સડી ગયેલા ઘઉં તમે ખાજો. નેતાઓ અને અધિકારીઓ તમારા ઘરે આવા ઘઉં ખાવ છો તેવો સવાલ કર્યો હતો. અન્ય મહિલાએ જણાવ્યું હતું કે, દર વખતે અમે ઘઉં લેવા આવીએ ત્યારે સડી ગયેલા જ ઘઉં હોય છે. ચોખા પણ હલકી કક્ષાના આપવામાં આવે છે. આ અમારો અધિકાર છે અને તમને ટેક્સ ભરીએ છીએ. તમે અમને મફ્તમાં નથી આપતા.
50થી 60 રૂપિયા ભાડુ ખર્ચી લોકો અનાજ લેવા આવે છે
એક મહિલાએ અધિકારીને તમે સમજી લેજો અને આની તપાસ કરાવજો. ચણા પણ મટકાવાળા અને કાળા પડી ગયેલા આપવામાં આવે છે. આ અનાજથી અમારા સંતાનોના પેટ ભરવાના હોય છે તો સારૂ આપો ખરાબ શું કામ આપો છો. સસ્તા અનાજની દુકાનમાં કામ કરતા કર્મચારીએ જણાવ્યું હતું કે, આ અનાજ રેલવે સ્ટેશન નજીક આવેલા ગોડાઉનમાંથી આવે છે. ફૂડ વિભાગે તપાસ કરવી જોઈએ પરંતુ તેઓ આવતા નથી. મહિલાએ જણાવ્યું હતું કે, અધિકારીઓને આ અનાજ મોકલો. અમારા પૈસે જ તમે જલ્સા કરો છો. ઘઉંને ધનેડા પડી ગયા છે અને કાણા પડી ગયા છે. 50થી 60 રૂપિયા ભાડુ આપી અનાજ લેવા આવ્યા છીએ. ત્રણ-ત્રણ ધક્કા ખાવા પડે છે ત્યારે અનાજ આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

