રોડ પરનાં ખાડાને કારણે સમગ્ર દેશમાં 5 વર્ષમાં 3600 વ્યક્તિઓનાં મોત નિપજ્યા, આ માટે કોણ જવાબદાર

થોડા દિવસ પહેલાં જ અમદાવાદમાં નવરાત્રિનાં ગરબા રમીને ઘરે જઈ રહેલી 18 વર્ષીય યુવતી ઓવરબ્રિજ પર ખાડાને કારણે પટકાતાં તેને માથામાં ગંભીર ઈજા થતાં મોતને ભેટે હતી. ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં ગુજરાતમાં પાંચ વર્ષમાં રોડ પરનાં ખાડાઓને કારણે 825 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. એટલે કે, એક વર્ષમાં સરેરાશ 165 વ્યક્તિઓએ રોડ પરનાં ખાડાને કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા રોડ પરનાં ખાડાને કારણે થતાં મોતનો રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. જે અનુસાર વર્ષ 2017માં રોડ પરનાં ખાડાને કારણે થતાં મોત મામલે ગુજરાત સમગ્ર દેશમાં ચોથા સ્થાને હતું. જ્યારે આ લિસ્ટમાં સૌથી વધુ 987 મોત સાથે ઉત્તર પ્રદેશ પહેલા સ્થાને હતું. બીજા નંબરે મહારાષ્ટ્ર 726 અને 522 મોત સાથે હરિયાણા ત્રીજા નંબરે હતું.

2013થી 2016નાં આંકડા ઉપર નજર કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં 597 વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે સમગ્ર દેશમાંથી 11386 વ્યક્તિઓનાં મોત રોડ પરનાં ખાડાને કારણે નિપજ્યા હતા.

ભારતમાં આતંકી હુમલા કરતાં રોડ પરનાં ખાડાને કારણે વધુ લોકો જીવ ગુમાવે છે, આ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2018માં કરી હતી. સુપ્રીમ કોર્ટની આવી કઠોર ટિપ્પણી બાદ પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. અને દિવસે ને દિવસે રોડ પરનાં ખાડાઓને કારણે નિર્દોષ વ્યક્તિઓને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. સરકાર અકસ્માતથી મોત ઓછા કરવા માટે ટ્રાફિક નિયમો પર મસમોટો દંડ ફટકારી રહી છે. પણ પોતાની આ નબળાઈ અંગે કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને પોતાને ક્યારે દંડ ફટકારશે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો