સી.આર.પાટીલની રેલીમાં ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિગનું ભાન ભૂલી સોમનાથમાં રસ્તા પર રાસ-ગરબે રમ્યા

હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે મહામાનવ જંગ લડી રહ્યું છે. તેમજ ગુજરાતની ભાજપ સરકાર પણ સોશિયલ ડિસ્ટન્સિગના ભંગથી લઈ જાહેરમાં થૂંકવા અને માસ્ક ન પહેરવા બદલ જનતાને મસમોટો દંડ ફટકારી રહી છે.જો કે ભાજપના નેતાઓને કોરોનાનો કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. તેમજ તેમને કોઈ દંડ ફટકારવા વાળુ પણ નથી. હાલ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરી રહેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. પાટીલ સોમનાથ આવ્યા એ પહેલા પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિગનું ભાન ભૂલી સોમનાથમાં રસ્તા પર રાસ-ગરબે રમ્યા હતા. ડીજેના તાલે રાસ-ગરબે રમતા નેતાઓ કેમેરામાં કેદ થયા હતા. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. તેમજ ગરબા દરમિયાન ઘણા લોકો માસ્ક વિના પણ જોવા મળ્યા હતા. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘દો ગજ કી દૂરી’ સૂત્ર ભાજપના જ નેતાઓ ભૂલ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સી.આર. પાટીલની રેલીમાં હજારો લોકો જોડાયા

સી.આર.પાટીલે સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત તાલાલામાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી કરી હતી. બાદમાં તેઓ તાલાલના ઘુસિયા ગામ પહોંચ્યા હતા અને અહીં ઢોલ-નગારા સાથે રેલી નીકળી હતી. જેમાં સી.આર. પાટીલ ખુલ્લી જીપમાં સવાર થયા હતા. હજારોની સંખ્યામાં રેલીમાં જોડાયેલા લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. આ રેલીમાં એકઠા થયેલા લોકોમાં જો કોઈને પણ કોરોનાનું સંક્રમણ હશે તો તે કેટલાને ચેપ લગાડી શકે તેની કલ્પના પણકરવી શક્ય નથી.

નેતાઓ અને કાર્યકરોને દંડ થશે?

સોશિયલ ડિસ્ટન્સિગના ભંગ બદલ દુકાનો, મોલ, કોમ્પ્લેક્સને દંડ ફટકારવામાં આવી રહ્યા છે, જ્યારે ભાજપના નેતાઓ જાહેરમાં બિનધાસ્ત બનીને સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાવી રહ્યા છે. તેમજ સામાન્ય લોકોને રૂ.1000નો દંડ કરતી સરકાર નેતાઓ અને કાર્યકરોને દંડ કરશે?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો