નિવાર વાવાઝોડા બાદ દરીયા કિનારે સોનું (GOLD) તણાઈને આવ્યું, હજારો લોકો ચાલુ વરસાદમાં વીણવા ઉમટ્યા

ગુરુવારે, નિવાર ચક્રવાતથી ભારતના દક્ષિણ રાજ્યોના દરિયાઇ વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તેમજ ઘણા મકાનો અને વૃક્ષોને નુકસાન પહોંચ્યું છે. તોફાનના કારણે વીજળીની લાઈનો પણ પ્રભાવિત થઈ છે. જોકે, આ બધા વચ્ચે, સેંકડો લોકો વરસાદમાં આંધ્ર પ્રદેશ (આંધ્રપ્રદેશ)ની ગોદાવરી નદીના કાંઠે એકત્ર થયા હતા. લોકોમાં સમાચાર ફેલાઈ ગયા કે નિવાર ચક્રવાતના કારણે દરીયા કિનારે સોનું તણાઈને આવ્યું છે, ત્યારબાદ લોકો મોટી સંખ્યામાં સોનું વીણવા માટે પહોંચી ગયા હતા.

શનિવારે આંધ્રપ્રદેશના ઉદપ્પા ગામનું આ દૃશ્ય હતું. મીડિયા અહેવાલ અનુસાર, ગોદાવરી નદીના પૂર્વ કાંઠે અચાનક લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. આ લોકો ત્યાં Gold શોધવા આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ સોનું દરિયાકાંઠા સુધી પાણીમાં તણાઈને આવી ગયું છે. શરૂઆતમાં કેટલાક માછીમારોને આ સોનું મળ્યું. આ સમાચાર ફેલાતાંની સાથે જ સેંકડો લોકો ત્યાં પહોંચી ગયા. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકો કહે છે કે, આશરે 50 લોકોને લગભગ 350-3500 રૂપિયાનું સોનું મળ્યું છે. તેના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

કેટલાક લોકો કહે છે કે, આ વિસ્તારમાં કેટલાક ઐતિહાસિક મંદિરો છે, જે સમય સાથે દરિયામાં ડૂબી ગયા હતા. હવે નિવાર વાવાઝોડાને લીધે, તેમાંથી બહાર નીકળતી વસ્તુઓ દરિયા કિનારે આવી રહી છે. સ્થાનિક સહાયક સબ ઈન્સ્પેક્ટરએ માહિતી આપી હતી કે, આ વિસ્તારમાં સામાન્ય વાત છે કે, જ્યારે પણ કોઈ મંદિર અથવા મકાન બનાવવામાં આવે છે ત્યારે સોનું તેના પાયામાં દફનાવવામાં આવે છે. તોફાનને કારણે આ મંદિરો અને મકાનોના પાયામાં દટાયેલું સોનું અહીં પાણીમાં વહી શકે છે.

હવે આ મામલાની તપાસ માટે મહેસૂલ અધિકારીઓ ટૂંક સમયમાં ગામની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બપોર પછી નિવાર ચક્રવાત તોફાનમાં ફેરવાઈ ગયું હતું. આ દરમિયાન ભારે પવન અને ભારે વરસાદ પડ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુ અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને કેન્દ્ર દ્વારા મદદની ખાતરી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો