CAAની ધાક! બિલ પાસ થયા બાદ ભારત છોડી ગેરકાયદે બાંગ્લાદેશમાં જનારા લોકોની સંખ્યા થયો વધારો

ભારતમાં નાગરિકતા સંશોધન અધિનિયમ પર મચેલા ઘમાસણની વચ્ચે હવે એવી ઘટનાઓ સામે આવવા લાગી છે કે લોકો દેશ છોડીને બાંગ્લાદેશની વાટ પકડી રહ્યા છે. વાત એમ છે કે બાંગ્લાદેશ અને ભારતની સરહદ પર આવેલા જેનૈદા જિલ્લાના મોહેશપુર વિસ્તારમાંથી મહિલાઓ અને બાળકો સહિત કેટલાંય લોકો ભારતમાંથી નીકળીને બાંગ્લાદેશમાં પ્રવેશ કરી રહ્યા છે.

350થી વધુની ધરપકડ

બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ના મતે ભારતમાંથી ગેરકાયદે બાંગ્લાદેશમાં પ્રવેશ કરવા માટે મહિલાઓ અને બાળકો સહિત 350થી વધુ લોકોની ધરપકડ કરાઇ, જ્યારે છેલ્લાં એક મહિનામાં કેટલાંય લોકો બોર્ડર નિગરાનીને પ્રતિબંધ કરવામાં સફળ રહ્યા છે અને સરહદ પાર કરી ગયા છે.

BGBના કર્મચારીઓએ કહ્યું કે ભારતીય સંસદમાં આ બિલ પાસ થયા બાદ સરહદની પાસેથી લોકો ગેરકાયદે બાંગ્લાદેશમાં પ્રવેશ કરી રહ્યા છે અને આ ખૂબ વધી ગયું છે. અધિકારીઓએ કહ્યું કે કસ્ટડીમાં લેવામાં આવેલા મોટાભાગના લોકોએ દાવો કર્યો કે તેઓ આજીવિકા માટે ભારત આવ્યા હતા પરંતુ તેઓ કોઇપણ કાયદેસરના દસ્તાવેજ આપવામાં નિષ્ફળ રહ્યા.

BGBના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સરહદ પર અમે ચાંપતી નજરે જોઇ રહ્યા છીએ. કોઇને પણ ગેરકાયદે આવવાની કે જવાની મંજૂરી નથી. પરંતુ અહીં કેટલાંય વિસ્તાર ખૂલ્યા છે, અહીંથી લોકો ગેરકાયદે આવે છે અમે કેટલાંયની ધરપકડ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અડધી રાત્રે અને પરોઢિયે ગેરકાયદે બાંગ્લાદેશમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લાં 10 દિવસમાં ઘૂસણખોરીની ઘટનાઓ ખૂબ વધી ગઇ છે. જો કે BGB ચાંપતી નજર રાખી રહ્યું છે. તેઓ અમને સમજાવી પણ રહ્યા છે.

બીજીબાજુ ભારતમાં નાગરિકતા સંશોધન કાયદાને લઇ બે ભાગલા પડી ગયા છે. થોડાંક દિવસ પહેલાં આ કાયદાના વિરોધમાં દેશભરમાં જબરદસ્ત પ્રદર્શન થયું. કેટલીક જગ્યાએ હિંસાના પણ સમાચાર આવ્યા. દિલ્હીના જામિયા વિસ્તારથી શરૂ થયેલું પ્રદર્શન ધીમું પડી ગયું. ઉત્તરપ્રદેશ સરકારે કેટલાંય લોકોને ધરપકડમાં લીધા અને ઉપદ્રવ કરનારાઓ પર કાર્યવાહી પણ કરી.

PM મોદીએ શરૂ કર્યું ટ્વિટર કેમ્પેઇન

તો બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના સમર્થનમાં ટ્વીટર કેમ્પેઇનની શરૂઆત કરી છે. #IndiaSupportsCAA હેશટેગની સાથે પીએમ મોદીએ કેમ્પેઇનની શરૂઆત કરતા લખ્યું , ભારત સીએએનું સમર્થન કરે છે, કારણ કે સીએએ સતાવાતા શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે છે. આ કોઇની નાગરિકતા લેવા માટે નથી. નમો એપ પર સીએએ સાથે જોડાયેલા કેટલાંય દસ્તાવેજ, વીડિયો અને કંટેંટ છે. તમે તેના સમર્થનમાં અભિયાન ચલાવો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો