ઈન્દોરમાં તપાસ કરવા ગયેલા ડોક્ટર્સ પર કરાયો પથ્થરમારો, પોલીસે ઘટના વિરુદ્ધ નોંધ્યો કેસ

ઈન્દોરના ટાટપટ્ટી બાખલમાં બુધવારે કોરોના સંક્રમિતોની તપાસ કરવા પહોંચેલી સ્વાસ્થ વિભાગની ટીમ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. સ્વાસ્થ્ય કર્મચારીઓ જેમ તેમ કરીને જીવ બચાવીને ભાગ્યા હતા. ઉપદ્રવીઓએ બેરિકેડ્સ પણ તોડી દીધા હતા. પોલીસે તેના વિરુદ્ધ શાસકીય કાર્યમાં અડચણ ઊભી કરવાનો કેસ નોંધી લીધો છે. જેના જવાબમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘આ એક ટ્વીટ નથી પણ કડક ચેતવણી છે. માનવધિકારો માત્ર માણસો માટે જ હોય છે.’

છત્રીપુરા પીઆઈના જણાવ્યા પ્રમાણે, આ ઘટના બપોરે સવા બાર વાગ્યે ટાટપટ્ટી બાખલમાં બની હતી. સિલાવટપુરામાં એક કોરોના પોઝિટિવનું મોત થયા બાદ સ્વાસ્થ્ય વિભાગની ટીમ સતત સ્ક્રીનિંગ કરી રહી છે. શંકાસ્પદોની તપાસ કરાઈ રહી છે. આ દરમિયાન અહીંયા લોકોએ પથ્થરમારો કરી દીધો હતો.

સ્વાસ્થ્ય વિભાગની એક મહિલાકર્મીએ પોલીસને જણાવ્યું કે, બુધવારે એક પોઝિટિવના કોન્ટેક્ટની હિસ્ટ્રી મળી હતી. તેઓ તેને જોવા માટે ગયા હતા. ટીમે જેવું એમના વિશે પુછવાનું શરૂ કર્યું તો સામે રહેલા ઉપદ્રવીઓએ તેમની પર પથ્થરમારો કરી દીધો. ટીમ કંઈ પણ સમજી શકે એ પહેલા આ લોકો ચહેરા પર રૂમાલ બાંધીને ઘણા લોકો આવી ગયા અને બુમો પાડીને પથ્થર ફેંકવા લાગ્યા. આ લોકોથી બચવા માટે મહિલા તથા પુરુષ સ્વાસ્થ્યકર્મી અને ડોક્ટર્સ તેમની કાર લઈને ભાગ્યા હતા. આ લોકો સાથે એક જિલ્લા અધિકારી પણ હાજર હતો. ઉપદ્રવીઓ પથ્થરમારો કરતા ગલીથી સીધા મેનરોડ તરફ ભાગ્યા અને સ્વાસ્થ્યકર્મી કારથી સીધા પોલીસ સ્ટેશન તરફ ભાગ્યા હતા.

આ ઘટનાને વખોડતા જાણીતા શાયર રાહત ઈન્દોરીને ભારો ભાર દુઃખ છે. તેમને ભીડનું આ પગલું યોગ્ય ન લાગ્યું તેમણે કહ્યું કે, ‘ગઈ કાલે રાતે 12 વાગ્યા સુધી હું મિત્રોને ફોન પર પુછી રહ્યો છું કે, આ ઘર કોણું છે, જ્યાં ડોક્ટર્સ પર થૂંકવામાં આવી રહ્યું છે, જેથી હું તેમના પગ પકડીને માથું ઝુકાવીને કહીશ કે મહેરબાની કરીને માણસાઈ પર તો દયા ખાવ. આ કોઈ રાજકીય ઝઘડો નથી, પણ કુરદતી કહેર છે, જેનો સામનો મળીને નહીં કરીએ તો હારી જશું. વધારે દુઃખ મને એટલા માટે થઈ રહ્યું છે કે રાનીપુરા મારો અજીજ મોહલ્લો છે.’‘અલિફ’થી માંડી‘યે’હું ત્યાંથી જ શિખ્યો છું. ઉસ્તાદ સાથે મારી બેઠક થઈ છે. હું વૃદ્ધોને જ નહીં, બાળકો પાસે પણ ભીખ માંગી રહ્યો છું કે દુનિયા પર રહેમ કરો. ડોક્ટર્સનો સહયોગ કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો