મોતીની ખેતી કરીને લાખો કમાય છે આ ખેડૂત, જાણો કેવી રીતે બનાવે છે રત્ન

રાજસ્થાનના ગામ ખડબના ઢાણી બામણા ગામના સત્યનારાયણ યાદવ તેમની પત્ની સજના યાદવ સાથે મળીને સીપ મોતીની ખેતી કરને સ્વરોજગારને પ્રોત્સાહન આપી રહ્યા છે. તે માટે તેમણે આઈસીએઆર ભુવનેશ્વર ઓરિસ્સામાં 15 દિવસની ટ્રેનિંગ પછી તેમના ગામ ઢાણીમાં જ સ્વરોજગાર માટે સીપ મોતીની ખેતી શરૂ કરી દીધી હતી. તેમણે ટ્રેનિંગ પછી તેમના ઘરે જ માત્ર રૂ. 10,000ની મુડીથી આ વેપારની શરૂઆત કરી હતી. જેનાથી આજે તેઓ દર મહિને રૂ. 20-25 હજાર કમાઈ શકે છે.

જાણો કેવી રીતે થાય છે મોતીની ખેતી

– સત્યનારાયણ યાદવની આસપાસના રાજ્યો આસામ, મધ્ય પ્રદેશ, જમ્મુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોના વિદ્યાર્થી તેમની પાસે ટ્રેનિંગ લેવા માટે આવે છે. અત્યારસુધી તેઓ 150 વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી ચૂક્યા છે.
– તેમણે કહ્યું હતું કે, મોતીની ખેતી કરવા માટે હોજ બનાવવામાં આવે છે. સર્જરી માટે સર્જરી ટુલ્સ, જાયટ સીપ માટે ભોજન તથા અઠવાડિયામાં એક-બે વાર માત્ર તેને યાદ કરવુ પડે છે.

વિવિધ આકારમાં બનાવે છે મોતી

મોતી શું હોય છે

– પ્રાચીન કાળથી જ મોતીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. મોતી એક પ્રાકૃતિક રત્ન છે જે સીપમાં જન્મે છે. ભારતીય બજારોમાં તેની માગને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી તેની આયાત પણ કરવામાં આવે છે.

– પ્રાકૃતિક રીતે એક મોતીનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે કોઈ બહારનો કણ જેવો કે રેત કે કોઈ કોઈ જીવડુ સીપની અંદર ઘુસી જાય છે અથવા તેને અંદર મુકવામાં આવે છે અને સીપ તેને બહાર નથી કાઢી શકતું. આ કારણથી થોડા સમય પછી સીપને અંદર કઈક ખૂંચવા લાગે છે. આનાથી બચવા માટે સીપ અંત:સ્ત્રાવ કરે છે (લાળ જેવો રસ ઉત્પન્ન કરે છે). જે આ જીવડા અથવા રેતીના કણ ઉપર જામી જાય છે અને તેને ચમકદાર બનાવે છે.

– આ રીતે રેતીના કણ ઉપર ઘણાં પડ જામી જાય છે અને આ જ સરળ રસ્તાથી પ્રાકૃતિક મોતી પણ બનાવીને તેને ઉપયોગમાં લઈ શકાય છે. અને તે કેલ્શિયમ કાર્બોનેટ, જૈવિક પદાર્થો પાણીથી બન્યા હોય છે.

પત્ની સજના યાદવ પણ કરે છે પતિની મદદ

આ રીતે કરવામાં આવે છે ખેતી

– ખેતી શરૂ કરવા માટે પહેલાં તળાવ અથવા હોજ જેવી જગ્યામાં છીપલા ભેગા કરવામાં આવે છે. ત્યારપછી નાનકડાં છીપલામાં શલ્ય ક્રિયા ઉપરાંત તેની અંદર 4થી 6 મિમી વ્યાસવાળી સામાન્ય ડિઝાઈનર બીડ જેવી કે ગણેશ, બુદ્ધ, ઓમ, સ્વસ્તિક વાળી આકૃતિ મુકવામાં આવે છે અને પછી છીપલાને બંધ કરી દેવામાં આવે છે.

સર્જરી માટે સર્જિકલ ટૂલ્સ, ડાયટ સીપ માચે ભોજન તથા સપ્તાહમાં એક કે બે વાર જ યાદ કરવું પડે છે

– અંદાજે 8-10 મહિના પછી સીપને ચીરીને ડિઝાઈનર મોતીને બહાર કાઢવામાં આવે છે. જીવીત છીપલાથી મોતી મેળવી શકાય છે. તે પછી સીપ પણ મહત્વનું રહે છે. તેને કુંડા ઉપર, ફુલદાનીમાં કે ઝુમ્મરમાં લગાવી શકાય છે. તે ઉપરાંત સીપમાંથી જે પાવડર બનાવવામાં આવે છે તે પણ આયુર્વેદિક ઉપયોગ માટે બજારમાં વેચી શકાય છે અને તેની ઘણી સારી કિંમત આવે છે.

સત્યનારાયણ મોતીની ખેતીથી દર મહિને 25,000 સુધી કમાણી કરે છે
150 જેટલા વિદ્યાર્થીઓને શીખવી ચૂક્યા છે મોતીની ખેતી
સીપને ચીરતા સત્યનારાયણ યાદવ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો