ગુજરાતમાં સૌથી મોટું મગફળી ખરીદીમાં નકલી રસીદનું કૌભાંડ ઝડપાયું, મામલો પહોંચ્યો PM મોદી સુધી, જાણો વિગતે

ગુજરાતમાં ખરીફ ૨૦૧૭માં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી, જેમાં ખેડૂતોને નાણાં તો ચુકવાઈ ગયા હતા પરંતુ હવે તેમાં નકલી રસીદનું કૌભાંડ સામે આવ્યું છે, આ કારણસર હવે ગુજકોમાસોલના વડપણ હેઠળ ખરીદી કરનારી સહકારી સંસ્થાઓના કરોડો રૂપિયા સલવાયા છે.

સમગ્ર મામલે ગારિયાધાર તાલુકા સહકારી સંઘ, શિહોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ સહિતની સહકારી મંડળીઓએ ગત ૧૭મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાનને લેખિતમાં ફરિયાદ કરી છે. માત્ર છ સહકારી મંડળીના જ ૪.૪૫ કરોડ સલવાયા છે, બાકી અન્ય મંડળીઓને પણ સામેલ કરીએ તો આ રકમ વધી જાય તેમ છે.

ગુજરાત સરકારના છેલ્લા બે વર્ષથી રજૂઆતો બાદ આ અંગે કોઈ ઉકેલ ન આવતાં વડાપ્રધાનને ફરિયાદ કરી સમગ્ર કૌભાંડ મામલે તપાસની માગણી કરવામાં આવી છે.

સહકારી મંડળીઓએ વડાપ્રધાનને પત્રમાં વ્યથા ઠાલવતાં જણાવ્યું છે કે, ખરીફ ૨૦૧૭માં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી, એના છ મહિના પછી ગુજરાત રાજ્ય વખાર નિગમ દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલ વેરહાઉસ રસીદો પૈકી ગુજકોમાસોલના વડપણમાં ખરીદી કરનારી છ જેટલી સહકારી સંસ્થાઓની રસીદો ડુપ્લિકેટ નીકળી હોવાનું કહેવાયું હતું.

૨૫ હજારથી વધુ ગુણીની ૧૫ વેર હાઉસ રસીદો ભૂલથી કે વધારાની કે ડુપ્લિકેટ ઈશ્યૂ થઈ છે તેવું નાફેડને પત્ર દ્વારા જણાવાયું હતું, ગુજકોમાસોલે ખરીદેલ કુલ જથ્થા પૈકી ઉપરોક્ત જથ્થો કપાત કરાયો અને ૪.૪૫ કરોડની ગુજકોમાસોલને ડેબિટનોટ ઈશ્યૂ કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓ, સેક્રેટરીઓ તેમજ મંત્રીઓ પાસે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, જોકે બે વર્ષથી પ્રશ્નનો નિવેડો આવ્યો નથી, ગુજરાત રાજ્ય વેર હાઉસિંગ કોર્પોરેશન દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો