દરિયાપુરની મનપસંદ કલબમાંથી 170 જેટલા જુગારીઓને પકડતાં પોલીસ વિભાગમાં ખળભળાટ, પોલીસની રહેમનજર વિના જુગારધામ ચાલે તે શક્ય નથી

સ્ટેટ મોનિટરિંગ સેલે દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ કલબમાં સોમવારે ૧૭૦ જેટલા જુગારીઓને પકડતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. દિનેશ કલગીના ખાસ મનાતા મૌલિક પટેલ ઉર્ફે ભુરિયા અને ગોવિંદ પટેલ ઉર્ફે ગામા વચ્ચે ચાલતા કોલ્ડવેરના કારણે આ દરોડા પડયા હોવાનુ પોલીસસૂત્રો તરફથી જાણવા મળ્યુ છે. રોજના ૨૫ લાખ રૂપિયાથી પણ વધારે રૂપિયાનો જુગારધામમાં વેપલો ચાલતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મનપસંદ જુગારધામમાં એટીએસ અને ક્રાઇમ બ્રાંચનો પહેલા ખોળાનો દીકરો ગણાતા બાતમીદાર અલ્તાફ બાસીનો પણ જુગારધામમાં ભાગીદારી હતી તે પણ આ જુગારધામમાં બેસતો હતો. તેમજ સ્થાનિક પોલીસથી માંડીને ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પીસીબી તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલના કેટલાક અધિકારીઓનો મહિનાનો એક કરોડ રૂપિયાનો હપ્તો ચાલતો હોવાનુ જાણવા મળ્યું છે. આ જુગારધામ ૯ મકાનમાં ચાલતું હતું.

ગોવિદ પટેલ ઉર્ફે ગામા, છોટા કલગી તરીકે ઓળખાતા કુખ્યાત સતીષ ઠક્કર અને મુળુભા સહિતના છ લોકો મનપસંદ જીમખાનાના સંચાલક હતા. પોલીસે ૧૧ .૪૭ લાખ રોકડા, ૧૫ લકઝુરીયસ કાર, ૧૫ ટુ વ્હિલરો, ૧૬ સીસીટીવી કેમેરા સહિત ૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યા છે.

મહત્વનું છે કે, મનપસંદ કલબમાં રાજ્યભરમાંથી રાજકીય નેતાઓ, બિલ્ડરો સહિત મોટી મોટી હસ્તીઓ જુગાર રમવા આવતી હોવાનું પોલીસના સૂત્રોએ જણાવ્યુ હતું. પોલીસ તપાસમાં આ જુગારીઓ પાસેથી મોટા પ્રમાણમાં કોઇન મળી આવ્યા હતા. જુગારધામ પરથી સીસીટીવી કેમેરાના બે કંટ્રોલ રૂમ પણ મળ્યા હતા, તેમ જ જો પોલીસ દેખાય તો વોકીટોકી રાખીને ચેતવણી આપી દેતા હતા. આમ કુલ ૧૬ સીસીટીવી કેમેરા પણ પોલીસે જપ્ત કર્યા છે.

સરકારની ગુડબુકમાં ગણાતા અધિકારીઓના ફોટા હતા

  • નિવૃત્ત ડીજીપી શિવાનંદ ઝા
  • કર્ણાટકના ડીજીપી
  • ATSના નિવૃત્ત ડીજીપી એ.કે સુરોલીયા
  • ડીઆઇજી હીમાંશુ શુકલા
  • જામનગર એસપી દીપેન ભદ્રન
  • આઇપીએસ જી.એલ સિંઘલ
  • હીંમતનગરના ડીએસપી નિરજ બડગુજર
  • વિકાસ સહાય, કે કે ઓઝા
  • અલગ અલગ રાજ્યના ડીજીપી
  • ઝોન-૫ ડીસીપી અચલ ત્યાગી
  • ચેરિટેબલ ટ્રસ્ટના નામે જુગારધામ ચાલતું હતું

ગામા એન્ડ કંપની ચેરિટેબલ ટ્રસ્ટની આડમાં મસમોટું જુગારધામ ચલાવતો હતો. સંચાલક ગામાની પત્નીનું પણ ટ્રસ્ટમાં નામ હોવાનું બહાર આવ્યું છે, જેથી તે પણ આરોપી ગણાશે.

જુગારીઓને કરફ્યૂ પાસથી જુગારધામ સુધી પહોંચાડાતા
મનપસંદ કલબ કરફ્યૂમાં પણ ચાલુ રહેતી હતી. ૨૫ જેટલી લકઝયુરિયસ કારમાં જુગારીઓને ઘરેથી લઈ જવા અને મૂકવા સુધીની સુવિધા હતી.  દરેક કાર પર કરફ્યૂ પાસ લગાવાયા હતા. અહીં જમવા તેમજ દારૂની પણ વ્યવસ્થા કરી આપવામા આવતી હતી.

પોલીસકર્મી સિરાજ અને બાસી હપતો પહોંચાડતા  
ગાંધીનગરનો સિરાજ નામના પોલીસકર્મી અને પોલીસનો બાતમીદાર અલ્તાફ બાસી મહિને ૧ કરોડનો હપ્તો પહોંચાડતો. આ ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલના ત્રણ PSI પણ હપ્તો લઇ જતા હતા. તેમજ ૮૦ જેટલા પત્રકારો પણ અહીંથી હપ્તો લઇ જતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો