ઓવન કે યીસ્ટનો ઉપયોગ કર્યા વગર સાવ ઓછી સામગ્રીથી ઘરે જ બનાવો પાંઉ, જાણો બનાવવાની સરળ રીત

ભાજીપાંઉ એક એવી વાનગી છે જે દરેકના ભાવે. પરંતુ ઘણા લોકો યીસ્ટના કારણે બહારના પાંઉ ખાવાનું અવોઈડ કરે છે અને તેના બદલે પરાઠા સાથે ભાજી ખાય છે. જો તમારા ઘરમાં પણ બહારના પાંઉ ન ખાતા હોય તો તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.

સામગ્રી

  • 400 ગ્રામ મેંદો
  • 1/2 ટી સ્પૂન મીઠું
  • 1 ટી સ્પૂન દળેલી ખાંડ
  • 3 ટે. સ્પૂન દહીં (થોડું ખાટું)
  • 1 ટે. સ્પૂન દૂધ
  • 2 ટે. સ્પૂન તેલ
  • 1 1/2 ટી સ્પૂન ઈનો
  • જરૂર મુજબ પાણી

બનાવવાની રીતઃ

સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં ચારણીની મદદથી મેંદો ચાળી લો. તેમાં મીઠું, દળેલી ખાંડ અને ઈનો ઉમેરીને મિક્સ કરી લો. તેમાં દહીં ઉમેરો, ફરીથી સરખી રીતે મિક્સ કરી લો. હવે થોડું-થોડું પાણી રેડતા જઈને કણક બાંધી લો. કણક ઢીલી કે કઠણ ન હોવી જોઈએ.

કણકને 10 મિનિટ સુધી કેળવી લો. હવે તેમાં તેલ ઉમેરીને ફરીથી 7-8 મિનિટ માટે કેળવી લો. આમ કરવાથી કણક સરસ સોફ્ટ થઈ જશે.

એક કૂકર લો, તેમાં સ્ટેન્ડ મૂકીને મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ માટે પ્રી-હિટ કરી લો. હવે, એક બેકિંગ ટ્રે અથવા એલ્યુમિનિયમનું કોઈ વાસણ લઈને તેને તેલથી ગ્રીસ કરી લો.

કણકમાંથી સરખી સાઈઝના બોલ્સ વાળી લો. બોલ્સને ટ્રેમાં મૂકી દો. તેને દૂધથી ગ્રીસિંગ કરી લો. જેથી પાંઉ ડ્રાય ન થાય અને કલર સારો આવે. હવે, પ્રી-હિટ કરેલા કૂકર પર ડિશ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 25-30 મિનિટ માટે બેક થવા દો. ટ્રેને બહાર કાઢીને પાંઉને તેલથી ગ્રીસ કરી લો. તો તૈયાર છે પાંઉ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો