અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી 9 કલાકના રોકડા 75 હજાર વસૂલ્યા, જેમાંથી PPE કિટના નામે જ 27 હજાર ખંખેરી લીધા

અમદાવાદ: કોરોના મહામારીના સમયમાં કેટલીક ખાનગી હોસ્પિટલોએ વીમા કંપનીઓ સાથે મળીને દર્દીઓને લૂંટ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. આવા મામલે ગ્રાહક સુરક્ષામાં 1200 જેટલી ફરિયાદો દાખલ થઈ છે, જેમાં ઝાયડસ, નિધિ હોસ્પિટલ સહિતની શહેરની અન્ય ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. શારીરિક, માનસિક અને આર્થિક રીતે પડી ભાંગેલા દર્દીઓની સારવારના નામે ખાનગી હોસ્પિટલે માત્ર કલાકો રાખવાના જ લાખો રૂપિયા પડાવી લીધા હોવાની આશરે 1200 જેટલી ફરિયાદો ગ્રાહક સુરક્ષામાં દાખલ કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કેશલેશ હોવા છતાં હોસ્પિટલો પૈસા ઉઘરાવતી હતી

ફરિયાદીઓ વતી ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ફોરમમાં અનેક કેસમાં લાખોનું વળતર પરત અપાવ્યું છે. ખાનગી હોસ્પિટલો અને વીમા કંપનીની મિલી ભગતથી કોરોના કાળમાં યુક્તિ-પ્રયુકિત અજમાવીને દાવા નકારી દેવામાં આવે છે. કેશલેશ મેડિક્લેમ હોવા છતાં હોસ્પિટલો એડવાન્સ ડિપોઝિટના નામે લાખો રૂપિયા પડાવી લેવાના પણ કિસ્સા લોકડાઉન દરમિયાન ગ્રાહક સુરક્ષામાં નોંધાયા છે.

ઝાયડસ હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી 9 કલાકના રોકડા 75 હજાર વસૂલ્યા: 30મી જૂનના રોજ 55 વર્ષીય હરેશભાઈ સોની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 1 જુલાઇના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબોએ તેમની હોસ્પિટલમાં કોરોનાની સારવાર નહીં થતી હોવાથી સંજીવની હોસ્પિટલમાં શિફટ થવા સૂચના આપી હતી. માત્ર રાત્રિ રોકાણ કરવાના ઝાયડસ હોસ્પિટલે 75 હજાર વસૂલ્યા હતા, જે પૈકી 27 હજાર પીપીઇ કિટના નામે નફાખોરી આચરીને વસૂલ કરવામાં આવ્યા હતા. આ અંગે મુકેશ પરીખે વીમા કંપનીની પોલ ખોલતા એવી રજૂઆત કરી હતી કે, વીમા કંપનીઓ પીપીઈ કિટ નોન મેડિકલ આઇટમમાં મૂકીને પીપીઇ કિટની ખર્ચાની રકમ દર્દીને પરત આપતી નથી.

નવરંગપુરાની નિધિ હોસ્પિટલ કોરોનાના દર્દીને રોજનું રૂ. 30 હજારનું બિલ ફટકારે છે

નવરંગપુરામાં સ્ટેડિયમ નજીક આવેલી નિધિ હોસ્પિટલના તબીબો સામે પણ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં રજૂઆત કરાઈ છે કે, તબીબો કોરોનાના દર્દીઓ પાસેથી રોજના 30 હજાર વસૂલે છે. વીમા કંપનીઓએ કોરોના કાળમાં ટાઇઅપ કરેલી હોસ્પિટલો માટે પીપીએન ચાર્જિસ નક્કી કર્યા નથી, જેના લીધે આવી હોસ્પિટલો બેફામ ચાર્જ વસૂલે છે. સરકારે પીપીએન ચાર્જિસને નિયંત્રિત બનાવવાની જરૂર છે. હોસ્પિટલો આવાં બિલ બનાવવાને લીધે વીમા કંપનીઓને પણ લાભ કરાવે છે. વીમા કંપની અને હોસ્પિટલ વચ્ચેની રમતમાં ચારે બાજુથી રીબાતા દર્દી પર આર્થિક બોજો પણ વધી ગયો રહ્યો છે.

મેડિકલ-નોન મેડિકલ ખર્ચ સમ ઇન્સ્યોર્ડની લિમિટમાં પૂરેપૂરા પરત મળે તેવી રજૂઆત

ગ્રાહક સુરક્ષા પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખ પાસે કોરોનાના સંકટ કાળમાં જ હોસ્પિટલો સામે આવેલી ફરિયાદોને ધ્યાને લેતાં મોટાભાગની ફરિયાદોમાં તબીબો પીપીઈ કિટના નામે તોતિંગ ખર્ચા વસૂલે છે અને પીપીએનનો ચાર્જ મનફાવે તેમ વસૂલે છે. આ અંગે ઇરડા સમક્ષ રજૂઆત કરવામાં આવશે. મેડિકલ અને નોન મેડિકલ ખર્ચાઓ સમઇન્સ્યોર્ડની લિમિટમાં પૂરેપૂરા પરત મળવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો