સુરતમાં રિક્ષામાં ઓક્સિજન-સિલિન્ડર સાથે દર્દી ભટકતો રહ્યો, પણ ક્યાંય બેડ ખાલી જ નથી, બે દિવસમાં ઓક્સિજનની અછતથી 10નાં મોત, સુરતીઓના શ્વાસ અટકશે તો જવાબદાર કોણ?

શહેરની ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઇ રહી છે. છેલ્લા બે દિવસથી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. સોમવારે સતત એક કલાક સુધી ઓક્સિજન સપ્લાય અટકી ગયો હતો. જ્યારે મંગળવારે પણ ફર્સ્ટ ફ્લોર પર ઓક્સિજન-ટેન્કમાં બરફ જામી જતાં સપ્લાઈ પૂરતા પ્રેશરથી આવતો બંધ થઇ ગયો હતો. સતત બે દિવસથી સર્જાયેલી આ સમસ્યાને કારણે 10 જેટલા દર્દીનાં મૃત્યુ થયાં હોવાનું અધિકારી સુત્રોનું કહેવું છે. જોકે સત્તાવાર રીતે સિવિલ સત્તાધીશો આવી કોઇ ઘટના બની ન હોવાનું કહે છે. તેમનું કહેવું છે કે ઓક્સિજન સપ્લાઈ અટક્યો હતો પણ તેના લીધે દર્દીનાં મૃત્યુ વધ્યાં નથી.

ઓક્સિજન ફીલ કરીએ ત્યારે પ્રેશર સ્લો થાય છેઃ હોસ્પિટલનો દાવો

મેડિકલ કોલેજના ડીન ડો. ઋતુમ્બરા મહેતાએ જણાવ્યું હતું કે, કોવિડ 19 હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે મૂકવામાં આવેલી ટેન્કમાં ઓક્સિજન ભરવા માટે રોજે રોજ ટેન્કર આવે છે.ઓક્સિજન ભરાય રહ્યો હોય એ સમયે દર્દીઓને ઓક્સિજન મળી રહે એ માટે ઓક્સિજન સપ્લાય ડ્યૂરા અને પોટા જેવા ઓક્સિજન સિલિન્ડર મારફતે પહોંચાડવામાં આવે છે. આ દરમિયાન ઓક્સિજનનું પ્રેશર 5-10 મિનિટ માટે સ્લો થાય છે. આવું રોજ જ કરવામાં આવે છે. હાલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સંખ્યા પણ વધુ છે.રોજે રોજ મૃત્યુ પણ થઇ રહ્યા છે. ઓક્સિજન સપ્લાયને લીધે મૃત્યુ થયા હોય એમ માની ન શકાય.

સમસ્યા સર્જાઇ હતી, પરંતુ એકપણ મૃત્યુ થયું નથી

ઓક્સિજન-ટેન્કમાં બરફ જામી જવાને લીધે પ્રેશર ઘટી ગયું હતું. અમે તરત જ પાણીનો ઉપયોગ કરી પ્રેશર વધારી દીધું હતું.ઓક્સિજન પ્રેશર ઘટવાને લીધે દર્દીના મોત થયાની વાત તદ્દન ખોટી છે. > ડો.કેતન નાયક, આરએમઓ, સિવિલ હોસ્પિટલ

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો