રાજકોટમાં 108 મોડી આવતાં દર્દી જીવ બચાવવા રસ્તા પર રઝળ્યો, મીડિયાકર્મીએ ઓક્સિજન મળી રહે એ માટે પ્રયત્ન કર્યો

રાજકોટમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે બેકાબૂ બની રહી છે. હોસ્પિટલોમાં બેડ નથી, મૃતહેદોનો નિકાલ થતો નથી, રેમડેસિવિર ઇન્જેક્શન મળતાં નથી અને સ્મશાનમાં અંતિમસંસ્કાર માટે વારો આવતો નથી. શહેરની સ્થિતિ એટલી હદે ખરાબ બની રહી છે કે હવે તો એમ્બ્યુલન્સ પણ સમયસર આવતી નથી. ત્યારે લોકોના હૃદયના ધબકારા થંભાવી દે એવી એક ઘટના ગઇકાલે રાત્રે શહેરમાં બની હતી. 108 મોડી આવતા એક દર્દી જીવ બચાવવા માટે રીતસર રસ્તા પર રઝળ્યો હતો. આ દૃશ્ય જોઇ એક મીડિયાકર્મી તેની વહારે આવ્યો હતો. મીડિયાકર્મીએ દર્દીને ઓક્સિજન મળી રહે એ માટે પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

108 મોડી પડતાં દર્દીએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો

વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ, શહેરના મવડી વિસ્તારના આનંદ બંગલા ચોક પાસે એક દર્દી રસ્તા પર સૂઇ ગયો હતો. શ્વાસ રૂંધાતાં દર્દી તરફડ્યા મારી રહ્યો હતો અને એક એક શ્વાસ લેવા માટે વલખાં મારી રહ્યો હતો. બાદમાં એક મીડિયાકર્મીને ધ્યાને આવતાં તે દોડી આવ્યો હતો અને દર્દીને ઓક્સિજન મળી રહે એ માટે તમામ મદદ કરી હતી. બાદમાં 108 આવતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ 108 મોડી પડતાં દર્દીએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો.

માનવતાને લજવતા આ કિસ્સા વચ્ચે મીડિયાકર્મીએ પોતાની ફરજની સાથોસાથ દર્દીનો જીવ બચાવવા પોતાના જીવને પણ જોખમમાં મૂકી દીધો હતો. દર્દી રસ્તા વચ્ચે કણસતો હતો, પરંતુ રસ્તા પરથી જઈ રહેલા લોકો દૂરથી જ પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક મીડિયાકર્મી પોતાની ફરજની સાથેસાથે એક માનવીની જિંદગી પણ બચાવી લોકોમાં પ્રેરણા આપી છે.

સબ સલામતના દાવા કરતા તંત્રની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. લોકો ચારેબાજુ લાઈનમાં જ ઊભા છે. હોસ્પિટલ, ઇન્જેક્શન, સ્મશાન, 108માં લાંબું વેઇટિંગ ચાલી રહ્યું છે. દાખલ દર્દીના ખબર-અંતર પૂછવા અને વીડિયો કોલ કરવા લાઈનો જ જોવા મળી રહી છે. સમરસ હોસ્ટેલમાં અવ્યવસ્થા અને દર્દીઓ અંગે કોઈ જવાબદારી બજાવનાર તંત્રવાહકો ન હોવાથી દર્દીઓનાં સગાં હેરાન પરેશાન બની રહ્યા છે. તંત્ર કોઈ જવાબ આપતું નથી તેવા પણ આક્ષેપો સગાં દ્વારા કરવામાં આવી રહ્યા છે.

મારી નજરે 15 લાશ પડેલી જોઇ હતી- દર્દીના સગા

કુંભણિયા ગામના કાનાભાઇએ જણાવ્યું હતું કે મારા ગામની એક મહિલાને પેરેલિસિસ આવ્યો હોવાથી રાજકોટની સમરસ હોસ્ટેલમાં દાખલ કર્યાં છે, પરંતુ સિક્યોરિટી કોન્ટ્રેક્ટર અને ડોક્ટરો જવાબ દેતા નથી. ઉપર દર્દીની ખબર પૂછવા પણ જવા દેતા નથી. દર્દીઓ પાણી માટે વલખાં મારે છે. આજે હું સ્ટાફ સાથે ઝગડો કરીને ઉપર ગયો તો લોબીમાં મારી નજરે 15 લાશ પડેલી જોઇ હતી. લાશનો કોઇ નિકાલ કરવામાં આવતો નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો