અમેરિકામાં મહેસાણાના પાટીદાર યુવકની લૂંટારૂએ ગોળી મારી હત્યા કરી

અમેરિકામાં મહેસાણાના વધુ એક પટેલ યુવકની હત્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. અમેરિકાના મેકન સિટીમાં મિત્રને સ્ટોરમાં મળવા જતા સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા લૂંટારૂએ ગોળી મારી હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત 14 નવેમ્બરે ભટાસણના કિરણ પટેલની હત્યા બાદ બે માસમાં બીજી હત્યાની ઘટના બની છે.

ભીખાભાઈનો અન્ય પરિવાર અમદાવાદના રાણીપમાં રહે છે

જોટાણા તાલુકાના ભટાસણ ગામના નવનીતભાઈ (ભીખાભાઈ) મણીલાલ પટેલ (48) છેલ્લા તેર વર્ષથી અમેરિકાના જ્યોર્જિયાના વોર્નર રોબિન્સ સિટીમાં રહેતા હતા. ભીખાભાઈ પટેલ તેના કુટુંબી મનીષભાઈ પટેલને તેમના સ્ટોરમાં મળતા ગયા હતા, પરંતુ અગાઉથી સ્ટોરમા લૂંટના ઈરાદે ઘૂસેલા લૂંટારૂઓએ ભીખાભાઈ જેવા સ્ટોરમાં પ્રવેશ કર્યો ત્યાંજ તેમના પર ફાયરિંગ કરી હત્યા કરી નાખી હતી. ભીખાભાઈનો અન્ય પરિવાર અમદાવાદના રાણીપ ખાતે  રહે છે.

અગાઉ આ વિસ્તારના પાંચની હત્યા થઈ હતી

જ્યોર્જિયાના મકેલ શહેરમા કૈયલ ગામના યુવકની તેમજ જ્યોર્જિયાના કેટીકીમાં કડીના ગણેશપુરાના યુવકની, તો તે પહેલા અંબાસણના યુવકની, ઉપરાંત માણસાના ખરણા ગામના ચિરાગ પટેલની અને જોટાણાના ભટાસણ ગામના કિરણ પટેલની હત્યા થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો