ચીખલીના વાંઝણા ગામની પાટીદાર યુવતી નૈત્રી પટેલની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક થતાં ગુજરાતનું ગૌરવ વધાર્યું, તેના વિશે જાણીને ગર્વ થશે

અમેરિકાના મિસિપિસી શહેરમાં રહેતા ચીખલી તાલુકાના વાંઝણા ગામના પાટીદાર સમાજના પરિવારોની દીકરી નૈત્રી પટેલની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક થતાં વાંઝણા સહિત તાલુકામાં ખુશી ફેલાઈ ગઈ છે. શિકાગોમાં નેવલબેઝ ટ્રેનિંગ કેમ્પસમાં 10 અઠવાડિયાની તાલીમ પુરી કરીને નૈત્રી પટેલે નેવીમાં સેઈલર પદે નિમણૂંક મેળવી સમગ્ર તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ચીખલી તાલુકાના વાંઝણા ગામના પાટીદાર સમાજના નિરવ દુર્લભભાઈ પટેલ ઘણા વર્ષથી નોકરી ધંધાર્થે અમદાવાદ સ્થાયી થયા હતા. તેમની દીકરી નૈત્રી પટેલે અમદાવાદમાં SSC સુધી અભ્યાસ કર્યા બાદ તેમનો પરિવાર 6 વર્ષ પૂર્વ અમેરિકા ગયો હતો. જ્યાં મિસિસિપી સ્ટેટમાં મોટેલના વ્યવસાય સાથે નિરવ પટેલ જોડાયા હતા.

પોતાના માતા-પિતા, નાનાભાઈ સાથે રહેતી નૈત્રી પટેલે મિસિસિપિ યુનિવર્સિટીમાં કોલેજ કક્ષાનો અભ્યાસ કર્યો છે. દરમ્યાન નૈત્રી પટેલે કોલેજના અભ્યાસ સાથે શિકાગો ખાતે આવેલા નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટરમાં નેવી બુટ કેમ્પમાં જોડાયને 10 અઠવાડિયા સુધી તાલીમ મેળવી હતી. આ તાલીમ સફળતા પૂર્વક પાર પાડ્યા બાદ નૈત્રી પટેલની અમેરિકન નેવીમાં સેઈલર તરીકેની નિમણૂંક થઈ છે.

આ સંદર્ભે વધુ માહિતી મળી હતી કે, શિકાગો ખાતે આવેલા નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટર ખાતે તમામ ઉમેદવારોને 10 સપ્તાહની ટ્રેનિંગ આપવામાં આવે છે. દર સપ્તાહે ટ્રેનિંગ સેશન વધુને વધુ સખ્ત અને અદમ્ય સાહસ માંગી લેતું હોય છે. જેને પગલે મોટા ભાગના ઉમેદવારો અધવચ્ચેથી જ ટ્રેનિંગ પડતી મુકી દેતાં હોય છે. ગણ્યાં ગાંઠ્યા ઉમેદવારો જ US નેવીની ટ્રેનિંગમાં સફળતા મેળવીને આ ગૌરવ મેળવે છે. જેમાંની એક નૈત્રી પટેલએ ટ્રેનિંગ પૂરી કરીને નિમણૂંક પામતાં તેમના પરિવારે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો