સુરતઃ પાટીદારોના પાંચમા આંતરરાજ્ય સમૂહ લગ્નમાં 37 દંપતી જોડાયા

સુરતઃ અખિલ ભારતીય કુર્મિ ક્ષત્રિય મહાસભા અને સમસ્ત પાટીદાર સમાજ સુરત દ્વારા પાંચમા આંતરરાજ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 37 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.

કુપ્રથાઓને તિલાંજલિ આપવા સંદેશો વહેતો કરાયો

કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ ખાતે આંતરરાજ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુંહતું. જેમાં 37 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યાં હતાં. ઓરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ રાજ્યોના પટેલ (કુર્મિ) સમાજની દિકરીઓ આ લગ્ન સમારોહ પાટીદાર અગ્રણીઓએ આશિર્વાદ આપ્યાં હતાં. અને દહેજ જેવી કુપ્રથાને તિલાંજલિ આપવા માટે તથા સમાજમાં એકતા વધારવાનો સંદેશો વહેતો કર્યો હતો.

પાટીદાર સમાજના આગેવાનોની ઉપસ્થિતીમાં 37 નવદંપતીઓએ પાડ્યાં પ્રભુતામાં પગલાં

દહેજ પ્રથા જેવા કુરિવાજો ડામમાં પ્રયાસ

આંતરરાજ્ય લગ્ન સમારોહના આયોજનનો મુખ્ય હેતુ ભારત દેશના પાટીદાર (કુર્મિ ) સમાજના સંગઠન અને એકતાની સાથે સાથે બીજા રાજ્યોમાં દહેજ પ્રથા જેવા કુરિવાજોને ડામવા માટે તથા રોટી બેટીના વ્યવહાર થકી એક બીજા રાજ્યોના પાટીદાર સમાજ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને સમાજની એકતા અને તાકાત એકજૂથ બની રહે તે માટે આયોજન કરાયાનું યુવા રાજ્ય પ્રમુખ ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું.

પાટીદારોના પાંચમા આંતરરાજ્ય સમૂહ લગ્નમાં 37 દંપતી જોડાયા

સમાજના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

આ સમારોહમાં કુર્મિ મહાસભા ના રાષ્ટ્રીય અધ્યક્ષ એલ. પી. પટેલ સાહેબ(ભોપાલ – મધ્ય પ્રદેશ) , ઉપાધ્યક્ષ રમજીભાઈ શામજીભાઈ ઈટાલીયા(સુરત) તથા ઓરિસ્સા પ્રદેશ અધ્યક્ષ મલ્લિક સાહેબ, કુર્મિ સમાજ મહિલા ઉપાધ્યાય મમતા એસ. પટેલ, છત્તીસગઢ અધ્યક્ષ ધનજેંય વર્મા, સહિતના પાટીદાર સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કુર્મિ સમાજના સંગઠન દ્વારા થયું આયોજન

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો,  તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો