અમદાવાદમાં સટ્ટાની લતે ચઢેલા યુવાને કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી ‘મમ્મી રડતી નહીં, મને કોઈ યાદ પણ ના કરતા, સટ્ટાની ટેવને લીધે હું થાકી ગયો છું’

વ્યસન કે જુગાર કે પછી નશાની લત હોય તે માણસને બરબાદીના પંથે લઈ જાય છે. વ્યસન નશો કરવા માટે વ્યક્તિ ત્યારે શું પગલું ભરી દે છે તેનું કોઈ નક્કી નથી હોતું અને પરિણામે પસ્તાવાનો વખત આવે છે. આવો જ એક બનાવ અમદાવાદ (Ahmedabad) શહેરના વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારમાં બન્યો છે. સટ્ટાની (sattabaji) લતે ચઢેલા યુવાને કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી લીધી છે.

અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ચિરાગ પટેલે થલતેજ (thaltej) વિસ્તારમાં આવેલ હોટલ મુકુંદના (hotel mukund) રૂમ નંબર 610માં બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. જો કે હોટેલના સંચાલકો અને સમગ્ર ઘટનાની જાણ થતા તે પોલીસને આ બાબતની જાણ કરી હતી.

વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને મૃતક પાસેથી એક સુસાઈડ નોટ મળી હતી. જે સુસાઇડ નોટમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સટ્ટો રમવા ની ટેવના કારણે તે થાકી ગયો છે. તેનાથી કંટાળીને તે આ પગલું ભરી રહ્યો છે.

તેણે એ પણ લખ્યું છે કે પોતાને ખબર કેમ ના પડી તે આટલો હોશિયાર થઈને તેણે કેમ આવું પગલું ભર્યું. અમારી મોટી ભૂલ છે મેં જે પગલું ભર્યું મારી રમવાની ના કારણે ભરવું પડ્યું. તેણે સૂસાઇડ નોટમાં (suicide note) પરિવારજનોની માફી પણ માગી છે અને લખ્યું છે કે મમ્મી રડતી નહીં અને મને કોઈ યાદ પણ ના કરતા સોરી મેં તમારા બધાનું નામ બગાડ્યું છે. મામાનો વિશ્વાસઘાત કર્યો છે. પપ્પા મારા બગડવા પાછળ કોઈનો હાથ નહીં. હું જવાબદાર છું. આજે નહીં તો કાલે મરવાનું જ છે. મારી પાછળ રડતા નહીં.

આમ પોલીસે તેના પરિવારજનોને જાણ કરતા તેના પરિવારજનો પણ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા. હાલમાં આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો