અમદાવાદમાં પત્ની અડધી રાતે ગાયબ થઈ, પતિએ તપાસ કરતા પ્રેમીના ઘરેથી મળી આવી, પત્નીના પ્રેમીએ મારામારી કરીને પતિને છાતીમાં છરીના ઘા માર્યા

અમદાવાદ: શહેરના પુર્વ વિસ્તારમાં ‘પતિ-પત્ની ઔર વો’નો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક યુવકની પત્ની અડધી રાતે ગાયબ થઈ હતી. દરમિયાન પતિએ શોધખોળ કરતા તે પ્રેમીના ઘરેથી મળી આવી હતી. જ્યારે પતિ તેની પત્નીને લઈને નીકળ્યો ત્યારે પ્રેમીએ બબાલ કરીને ‘તેને નહીં લઈ જવા દઉં’ કહીને તેને છાતીમાં છરી મારી દીધી હતી. જેથી ગંભીર હાલતમાં પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે ઈસનપુર પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.

પત્ની અડધી રાતે ઉઠી પ્રેમી પાસે જતી રહી
શહેરના ઈસનપુર વિસ્તારમાં એક યુવકની પત્ની અડધી રાત્રે ગાયબ હતી. પતિની આંખ ખુલી ત્યારે પત્ની બેડ પર નહોતી. જેથી તેને શંકા ગઈ કે તેના ઘર પાસે જ રહેતા એક યુવક સાથે એકાદ વર્ષથી તેની પત્નીને આડા સંબંધ હોવાથી ત્યાં હશે. જેથી આ યુવક તેની પત્નીને શોધવા ગયો હતો. ત્યાં તો યુવકની પત્ની પ્રેમીના જ ઘરેથી મળી આવી હતી. પત્નીને લઈને યુવક નીકળ્યો તો પ્રેમી ત્યાં રોડ પર આવ્યો અને બબાલ કરી પતિને છાતીમાં છરી મારી હતી અને યુવકની પત્નીને લઈને પ્રેમી ભાગી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

‘તારી પત્ની ક્યાંય નહીં જાય, તે મારી સાથે જ રહેશે’
અહેવાલો અનુસાર ચંડોળા તળાવ પાસે રહેતો 32 વર્ષી યુવક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે રાત્રે યુવક સૂઈ ગયો હતો. એકાદ વાગ્યે ઊઠીને જોયું તો પત્ની ઘરમાં નહોતી. પતિ તેને શોધવા નીકળ્યો તો તે દાણીલીમડામાં રરહેતા અફઝલ શેખના ઘરેથી મળી આવી હતી. જ્યારે યુવક પત્નીને લઈ જતો હતો ત્યાં અફઝલ રોડ પર આવીને બબાલ કરવા લાગ્યો અને ‘તારી પત્ની ક્યાંય નહીં જાય, તેને નહીં લઈ જવા દઉં, તે મારી સાથે જ રહેશે’ કહીને અફઝલે યુવકને છરીના ઘા માર્યા હતા. શરીરના અન્ય ભાગે પણ ઘા વાગતા તે લોહીલુહાણ થઈને જમીન પર પડી ગયો હતો.

પોલીસે બંનેની ધરપકડ કરી
ત્યારબાદ પત્ની પતિને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ મૂકીને પ્રેમી અફઝલ સાથે જતી રહી હતી. મળતી માહિતી પ્રમાણે યુવકે જાતે જ એમ્બ્યુલન્સ ફોન કર્યો હતો. હાલ તે એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટના અંગે ઈસનપુર પોલીસે પ્રેમી અને યુવકના પત્નીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો