પતિ પત્ની ઓર વો: પત્નીએ પ્લાન બનાવીને પતિને પ્રેમીકા સાથે રૂમમાં રંગેહાથે પકડ્યો અને બંનેને લગાવી દીધી આગ

અત્યારના સમયમાં પતિ પત્ની અને વોના (pati, patni aur woh) કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે ત્યારે આવી ઘટનાઓમાં કરુણ અંત આવતો હોય છે. ત્યારે આવી જ એક ઘટના દાર્જિંલિંગમાં (Darjeeling) પ્રકાશમાં આવી હતી. પશ્વિમ બંગાળના (west bengal) દાર્જિલિંગ જિલ્લા પોલીસના નક્સલબારી પોલીસ સ્ટેશનએ (Naxalbari police station) પતિની પ્રેમિકાની હત્યા માટે પત્નીની (wife killed husband girlfriend) ધરપકડ કરી દીધી હતી. આરોપી પત્નીને સિલીગુડી કોર્ટમાં (Siliguri Court) રજૂ કરવામાં આવી હતી. કોર્ટે આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રાપ્ત માહિતી અનુસાર, 39 વર્ષીય રૂપશ્રી સરકાર દાસ તેના પતિ સાથે નક્સલબારીના કિરણચંદ્ર ચાના બગીચા વિસ્તારમાં રહેતી હતી. તેમના લગ્નજીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. તેનું બાળક પણ ત્યાં છે. થોડા વર્ષો પહેલા તેના પતિના ગેરકાયદે સંબંધો નક્સલબારી ચાના બગીચાના જબરા વિભાગની પરિણીત મહિલા સુજાતા બારૈક સાથે જોડાયા હતા.

બંનેના આડા સંબંધો લોકોની નજરથી છૂપાયેલા ન રહ્યા. રૂપાશ્રીની સામે દુર્ગા પૂજા પહેલા તેના પતિના ગેરકાયદે સંબંધોનો પર્દાફાશ થયો હતો. રૂપશ્રીએ બંનેને રંગેહાથે પકડવાનો પ્લાન બનાવ્યો અને દુર્ગા પૂજાના દસમા દિવસે પતિને પ્રેમિકાના પલંગ પર રંગેહાથે પકડ્યો.

સામે પતિની કરતૂતને જોઈ ગુસ્સે થયેલી પત્નીએ કેરોસીન રેડ્યું અને બંનેને આગ લગાવી દીધી. સળગતી આગમાંથી નીકળતો ધુમાડો જોઈને પડોશીઓ ભાગી ગયા અને બંનેને સ્થાનિક ગ્રામ્ય હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાંથી બંનેને ઉત્તર બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

આ ઘટનામાં 40 વર્ષીય સુજાતા બારાઇકનું શનિવારે અવસાન થયું. બીજી બાજુ, રૂપશ્રીનો પતિ જીવન માટે લડી રહ્યો છે. સુજાતાના પરિવારજનોએ આ ઘટના સામે નક્સલબારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નોંધાયેલી ફરિયાદના આધારે નક્સલબારી પોલીસ મથકે આરોપી રૂપશ્રીની તેના પતિની પ્રેમિકાની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે આવી જ એક ઘટના ગુજરાતના રાજકોટમાં પણ બની હતી. અહીં એક પતિએ પોતાની પત્નીને ચારિત્રની શંકા રાખીને છરીના ઉપરે છાપરા અનેક ઘા મારીને હત્યા કરી નાંખી હતી. અને ત્યારબાદ પોતે જ રાજકોટ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો