સરીપડા ગામમાં દલિત આર્મીમેન ઘોડે ચડતાં ગામના જ કેટલાક લોકોએ જાન પર પથ્થરમારો કરતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
ગઢ પોલીસ મથક હદમાં આવેલ સરીપડા ગામમાં લગ્નની જાન લઈ જતા દલિત સમાજના જાનૈયાઓ પર ગામના જ કેટલાક લોકોએ બબાલ કરી હતી. આ બબાલનો મુદ્દો ગામમાં દલિત વરરાજાને ઘોડે ચઢવા પર પ્રતિબંધ હોવા છતા વર્ષો આર્મીમેન વરરાજા ઘોડે ચઢયા હતા. જેથી ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરમારો કરતા જૂથ અથડામણ થઈ હતી. જેમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી સ્થિતિ થાળે પાડવા પ્રયત્ન કર્યો છે.
વાત જાણે એમ હતી કે ગઢ પોલીસ હદમાં આવેલ સરીપડા ગામમાં રહેતા અને બેંગ્લોર આર્મીમાં ફરજ બજાવતા આકાશભાઇ દિનેશભાઇ કોઇટીયા આજે લગ્ન ફેરા હતા. વરરાજાના માતાં-પિતા હયાત ના હોઈ, મોટી સંખ્યામાં સગાસબંધીઓ જાનમાં હાજરી આપવા આવ્યાં હતા. જેમાં જાન નજીકના સૂંઢા ગામે જવાની હતી. પોતાના લગ્ન હોઈ શિક્ષિત આર્મીમેન વરરાજાએ ઘોડે ચઢી, જાનૈયાઓ સાથે બેન્ડ બાજા સાથે જાન લઈ નીકળ્યા હતા. જોકે સરીપડા ગામે આજે 21મી સદીના વિકસિત યુગમાં પણ દલિતોને સૂવર્ણોની જેમ ગામમાં ઘોડે ચઢવા પર પ્રતિબંધ છે.જેથી ગામના ઠાકોર કોમના લોકોએ વરરાજાને ઘોડે ચઢેલા જોઈ, તેમને રોકી બબાલ કરી હતી, જોકે આર્મીમાં રહેલ શિક્ષિત એવા વરરાજા આકાશભાઇ કોઇટીયાએ ઘોડેથી ઉતરવાની ના પાડતા ગામના ૫૦થી વધુના ટોળાએ પોલીસ નીં હાજરીમાં પથ્થરમારો કરી શાંતિભંગ કરતા અફરાતફરી મચી હતી. જ્યારે બીજી તરફ મામલો બીચક્તો જોઈ ગઢ પોલીસે ડીસા, પાલનપુરનીં પોલીસ બોલાવી હતી અને વરરાજા તેમજ જાનૈયાઓને પ્રોટકશન પૂરું પાડી સૂંઢા ગામ સુધી રક્ષણ પૂરું પાડતા વરરાજાએ ફેરા ફરી લગ્ન સંપન્ન કર્યા હતા. જોકે પથ્થરમારામાં વૃદ્ધ સહિત ત્રણ લોકોને ઇજાઓ થતા તેમણે 108 મારફ્તે પાલનપુર સારવાર અર્થે ખસેડેલ છે. જ્યારે ગઢ પોલીસે કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે સરીપડા ગામે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
ઘાયલ ઈશ્વરભાઇ હીરાભાઈ શેખલિયા ઉંમર વર્ષ ૬૫નાઓએ પાલનપુર હોસ્પિટલ બિછાને થી જણાવેલ કે ગામમાં વર્ષોથી દલિત વરરાજાઓ નો ઘોડે ચઢી જાન લઈ જવાનો અધિકાર બંધ કરાયેલ છે. જોકે આજે વરરાજાએ ઘોડે ચઢતાં ગામના ઠાકોર સમાજના લોકોએ પથ્થરમારો કરી બબાલ કરી હતી. જેમાં મને માથામાં પથ્થર વાગતા ઈજા થઈ છે.
ગઢ પોલીસ મથકના PSOએ જણાવ્યું હતું કે સરીપડા ગામે બનેલ બનાવમાં હજુ સુધી કોઈ પક્ષ ફરિયાદ આપવા આવેલ નથી. જેથી FIRનોંધી નથી. જોકે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સરીપડા ગામે બે PSI તેમજ 16 પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ મોડમાં બંદોબસ્તમાં રખાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

