વિંગ કમાન્ડર “અભિનંદન”ની ભારત વાપસીની ખુશીમાં રાજકોટના મવડી ગામના લેઉવા પટેલ સમાજે સેનિક વેલ્ફેર ફંડમાં આપ્યું રૂ ૪૫૧૦૦૦ નું ફંડ.

રાજકોટ(મોવડી) – પાકિસ્તાની સેના દ્વારા બુધવારે પકડી લેવાયા બાદ ભારતીય વાયુસેના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્ધમાન ની  આજે વતન વાપસી થઇ, તેમની ખુશી વ્યક્ત કરી શહીદ પરિવાર ના કલ્યાર્ણથે રાજકોટ ના  હર્દય સમા એવા મવડી ગામના લેઉવા પટેલ સમાજ ની સંસ્થા એ આ ખુશી વ્યક્ત કરતા ની સાથે રૂ ૪૫૧૦૦૦ નું દાન રાજકોટ કલેકટર શ્રી રાહુલભાઈ ગુપ્તાસાહેબ  અને એડીશનલ કલેકટર શ્રી પી.પી.પંડ્યાસાહેબ ને સમાજ ના આગેવાનો એ કર્યો ચેક એનાયત.

જેમાં રૂ ૩૪૯૦૦૦ નું અનુદાન શ્રી લેઉવા પટેલ સોસીયલ ગ્રુપ અને હરસોડા પરિવાર તથા સંજયભાઈ હરજીભાઈ સાકરિયા અને મોવડી ના ગ્રામજનો એ આ ફંડ એકત્રિત કર્યું હતું સાથે ૫૧૦૦૦ નું ફંડ  શ્રી સોરઠીયા પરિવાર તથા ૫૧૦૦૦ નું ફંડ શ્રી મેઘાણી પરિવાર દ્વારા  એકત્રિત કરવામાં આવ્યું હતું આમ મળી કુલ ૪૫૧૦૦૦ નું ફંડ શહીદ પરિવાર ના માટે અને વિંગ કમાન્ડર અભિનંદન ની ભારત વાપસી ની ખુશી માં આપવામાં આવ્યું હતું.

રાજકોટ કલેકટર શ્રી રાહુલભાઈ ગુપ્તાસાહેબ  અને એડીશનલ કલેકટર શ્રી પી.પી.પંડ્યાસાહેબ ને સમાજ ના આગેવાનો એ કર્યો ચેક એનાય

આ તકે શ્રી લેઉવા પટેલ સોસીયલ ગ્રુપ ના પ્રમુખ શ્રી જીતુભાઈ સોરઠીયા અને સાથી ટ્રસ્ટ ના સભ્યો . સોરઠીયા પરિવારના પ્રમુખ શ્રી તુલશીભાઈ સોરઠીયા તથા પરિવાર સભ્યો , મેઘાણી પરિવાર  ના પ્રમુખ શ્રી તુલશીભાઈ મેઘાણી તથા પરિવાર ના સભ્યો , હરસોડા પરિવાર ના પ્રમુખ શ્રી જયેશભાઈ હરસોડા તથા પરિવાર ના સભ્યો તથા સમાજ અગ્રણી સંજય ભાઈ હરજીભાઈ સાકરિયા તથા મોવડી ગામ ના આગેવાનો તથા યુવાનો આવા ભાગીનાય કાર્ય માં તન ,મન અને ધન થી સેવા કરતા જ રહ્યા છે. તેથી જ મવડી ગામ માં સંસ્કાર અને સંસ્કુર્તી હજુ પણ ધબકે છે.

પુલવામાં થયેલ આંતકવાદી  હુમલામાં ૪૦ થી વધુ જવાન શહીદ થયા હતા એ  અતિ કપરી અને દુખ ની ઘડી માં પણ આ સમસ્ત મોવડી ગામ ના વડીલો અને યુવાનો એ શહીદ પરિવાર ના લાભાર્થે ફંડ એકત્રિત કરેલ હતું અને આજે પાકિસ્તાની સેના દ્વારા બુધવારે પકડી લેવાયા બાદ ભારતીય વાયુસેના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્ધમાન ની  આજે વતન વાપસી થઇ, તેમની ખુશી વ્યકત કરતાની સાથે સેનિક વેલ્ફેર ફંડ માં દાન આપ્યું હતું. આમ સુખ અને દુખ ની  બંને ઘડી માં આ યુવાનો અને વડીલો ની સેવા કાબિલે દાદ છે.

૪૫૧૦૦૦ નો ચેક  અર્પણ કરતા સમસ્ત મોવડી ગામ તથા મોવડી ગામ ની સામાજિક સંસ્થા વતી લક્ષ્મણ ભાઈ સાકરિયા, જયેશભાઈ મેઘાણી, તુલશીભાઈ સોરઠીયા, સંજય ભાઈ સાકરિયા, મગનભાઈ સોરઠીયા, નવલ ભાઈ મેઘાણી, રાજુભાઈ મેઘાણી તથા હાર્દિક સોરઠીયા  નજરે પડે છે.

વધુ માહિતી માટે – જયેશભાઈ મેઘાણી  – મો – ૯૯૨૫૦ ૯૬૯૯૬, ૯૦૩૩૫૦૭૯૩૧.

આવા ઉમદા કાર્યને લાઈક, શેર અને કમેન્ટ કરીને વધાવજો..
જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો