રાજકોટમાં ભારે વરસાદના કારણે પટેલ પરિવારની કાર તણાઇ, લગ્નપ્રસંગમાં જતી 3 મહિલાઓના મોત

રાજકોટના જામ કંડોરણા તાલુકાના રામપર ગામની ભારે વરસાદને કારણે નદીમાં ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ હતી જેને પગલે કારમાં સવાર લોકોમાંથી બે મહિલઓના મોત થયા છે જ્યારે કાર ચાલકને બચાવી લેવાયો છે અને એક મહિલાની શોધખોળ હજુ ચાલુ છે.

રાજયભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદે પુરની સ્થિતિનું નિર્માણ કર્યુ છે જેમાં કાલે રાજકોટના રામપર ગામે એક કાર ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી જેમાં સવાર પાંચ લોકોમાંથી 3ના તણાઈને પાણીમાં ડુબી જાવથી મોત થયા હોવાની આશંકા છે. જેમાં 2 મહિલાઓના મૃતદેહને NDRFની ટીમે શોધી કાઢ્યા છે જ્યારે એક મહિલા લા પતા છે.

ગોંડલથી પરિવાર જઈ રહ્યો હતો સગાઈમાં

ગોંડલ તાલુકાના ખડવંથલી ગામથી એક પરિવાર રામપર સગાઈ પ્રસંગે આવી રહ્યો હતો. તેમાં 3 મહિલાઓ અને બે વ્યક્તિ સવાર હતા જે પૂરમાં તણાયા હતા. રામપર ગામની પાસેની નદી ઉપરના કોઝવે અને પુલ ઉપરથી પસાર થતા કાર પૂરના ઝપેટામાં આવી હતી.

ધોરાજી, ગોંડલના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા

વરસાદને કારણે આવેલ છેલમાં ધસમસતા પાણીમાં કાર પ્રવાહમાં તણાઈ હતી. જો કે ગામના લોકોએ તુરંત જ મદદે આવીને કાર ચાલકને તો બચાવી લીધો હતો પરંતુ 3 મહિલાઓમાંથી બેના મોત થયા છે અને એક મહિલા લાપતા છે. કાર રેસક્યુ કરવા માટે ગોંડલ, ધોરાજી સહિતના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

2 મહિલાના મોત 1 લાપતા

બે મહિલાઓના મોત થયા છે જ્યારે એક મહિલા લાપતા છે. NDRFની ટીમ કામે લાગી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close