રાજ્યમાં આવતીકાલથી પ્રતિબંધોમાં આંશિક છૂટછાટ, નવી ગાઈડલાઈન જાહેર, લારી-ગલ્લા અને દુકાનદારોને મળી રાહત

ગુજરાતમાં 36 શહેરોમાં નાઈટ કરફ્યૂની સાથે સવારે પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જેનો સમયગાળો આજે પૂરો થતો હતો. તેવામાં બીજી બાજુ થોડા દિવસોથી રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા હવે પ્રતિબંધોમાં આશંકિ છૂટછાટ આપવામાં આવી છે. અને હવે આવતીકાલથી સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. લારી, ગલ્લા, વેપારીઓને ધંધો કરવા છૂટછાટ આપવામાં આવી છે. 27મે સુધી નવી ગાઈડલાઈન અમલી રહેશે. 

અમરેલીના પીપાવાવ ખાતે સીએમ રૂપાણી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન રાજ્યમાં આંશિક લોકડાઉનમાં છૂટછાટની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે હવે રાજ્યના 36 શહેરોમાં જ્યાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા ત્યાં હવે વેપારીઓ સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે, અને બપોરે 3 વાગ્યા પછી માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો ચાલુ રહેશે

રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

શૈક્ષણિક સંસ્થાઓથી લઈ મોલ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ બંધ

આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કમર્શિયલ કોમ્પ્લેક્સિસ બંધ રહેશે.

રાજ્યમાં અત્યારસુધીમાં 7 લાખ 71 હજાર 447ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9 હજાર 340 થયો છે તેમજ અત્યારસુધીમાં 6 લાખ 69 હજાર 490 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 92 હજાર 617 એક્ટિવ કેસ છે, જેમાંથી 742 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 91 હજાર 875 દર્દીની હાલત સ્થિર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો