કેનેડાના AG એવોર્ડમાં પાર્થ પટેલને ‘અચિવમેન્ટ ઓફ ધ યર’ એવોર્ડ

કેનેડામાં ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એન્યુઅલ ગાલા એન્ડ એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ ગુજરાતી અને હાલ કેનેડામાં વસતા પાર્થ પટેલને ટેક્નોલોજી અચિવમેન્ટ ઓફ ધ યર 2018 એવોર્ડ મળ્યો હતો. છેલ્લાં 18 વર્ષમાં કોઇ પટેલ યુવકને આ એવોર્ડ મળ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. એન્યુઅલ ગાલા એવોર્ડમાં એડવાઇઝરી બોર્ડ દ્વારા અલગ અલગ એવોર્ડ કેટેગરી માટે પસંદગી કરવામાં આવે છે.

છેલ્લાં 18 વર્ષમાં કોઇ પટેલ યુવકને આ એવોર્ડ મળ્યો હોય તેવી આ પહેલી ઘટના છે

– પાર્થ પટેલ સીરિયલ આન્ત્રપ્રિન્યોર અને SyS Creationsના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. એસવાયએસ ક્રિએશન – આઇટી મેનેજમેન્ટ અને કન્સલ્ટિંગ સોલ્યુશન ફર્મ છે.

– પાર્થ પટેલે હાલમાં જ વધુ એક YoloCarts વેન્ચર શરૂ કર્યુ છે. જે ઇ-કોમર્સ પ્રોડક્ટ્સની ખરીદી પહેલાં તેની પૂર્વ-ચકાસણીની માહિતી જે-તે ગ્રાહક સુધી સરળતાથી પહોંચાડે છે.

– આ સિવાય પાર્થ સિલ્વર ફોક્સ ફાર્મસી અને ઝેપવીઆર.ઓપરેટિંગમાં સીટીઓ તરીકે પણ ફરજ બજાવે છે. આ ઓર્ગેનાઇઝેશન નાના-મીડિયમ સાઇઝ બિઝનેસને આઇટી ઇન્ફ્રાસ્ટ્રાક્ચર પ્રોવાઇડ કરે છે. પાર્થે વર્ચ્યુઅલ રિયાલિટી ફર્મમાં પણ કામ કર્યુ છે.

2011માં આવ્યા હતા કેનેડા

– પાર્થ 2011માં કેનેડામાં શિફ્ટ થયા હતા. પોતાના બિઝનેસના સપનાંને પુરૂં કરવા પાર્થે 17 વર્ષની ઉંમરેથી જ કેનેડિયન આન્ત્રપ્રિન્યોર સાથે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

– આન્ત્રપ્રિન્યોરને સતત પ્રેરણા સહકારની જરૂર હોય છે, જેથી તેઓને સ્ટાર્ટ-અપમાં યોગ્ય સફળતા મળી રહે. દરેક વ્યક્તિ અને બિઝનેસ અલગ અલગ પ્રકારે કામ કરે છે. તેથી જ પાર્થ પટેલે અલગ અલગ બિઝનેસ અને તેને લગતી માહિતીની જાણકારી મેળવી.

– એસવાયએસ ક્રિએશન અને યોલોકાર્ટ્સમાં હાલ 70 ટેક અને બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા આન્ત્રપ્રિન્યોર્સને મદદ અને માહિતી પુરી પાડે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો