અમદાવાદમાં બ્યુટીપાર્લર ચલાવતી મહિલાઓને થયો ખરાબ અનુભવ, મસાજના બહાને યુવાનોએ યુવતીની છાતી પર હાથ નાખી ટી-શર્ટ ખેંચી, છરી દેખાડી…

અમદાવાદના નારાણપુરા વિસ્તારમાં બ્યુટીપાર્લર ચલાવતી મહિલાઓને યુવાનોનો ખરાબ પરચો મળ્યો. મસાજ કરાવવાના બહાને આવેલાં બે યુવાનોએ મસાજ પાર્લરમાં મહિલા અને યુવતીઓને શારીરિક અડપલાં કર્યા હતા. એટલું જ નહીં મસાજ પાર્લરમાં પણ તોડફોડ કરી હતી. આ મામલે મસાજ પાર્લરની સંચાલકે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નારણપુરા વિસ્તારમાં 37 વર્ષીય મહિલા છેલ્લા 18 વર્ષથી બ્યુટીપાર્લર ચલાવે છે. શનિવારે સાંજે અજ્જુ ગોરિયા અને સુનીલ મેઘવાલ નામના બે યુવાન બ્યુટીપાર્લરમાં આવ્યા હતા. અને પહેલાં તેઓએ બ્યુટી પાર્લરમાં કઈ કઈ મસાજ કરાવવામાં આવે છે તે અંગે પુછ્યું હતું. મહિલાએ હેડ મસાજ અને હેડ ફેશિયલ કરીએ છીએ તેઓ જવાબ આપતાં જ બંન્ને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા.

ઉશ્કેરાયેલાં બંને યુવાનોએ પાર્લરમાં હોબાળો મચાવ્યો હતો. અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. જેથી મહિલાએ તરત જ યુવકોને બહાર નીકળી જવા માટે કહ્યું હતું. આ વાતથી બંને યુવકો વધારે ઉશ્કેરાયા હતા. અને અજ્જુ નામના શખ્સે મહિલાની છાતી પર હાથ નાખી ટી શર્ટ ખેંચવા લાગ્યો હતો. તો અન્ય આરોપી સુનીલ મેઘવાલ નામનો શખ્સ તેની દીકરીની ટી શર્ટ ખેંચવા લાગ્યો હતો.

મસાજ પાર્લરમાં બે યુવકોએ મહિલા તેમની દીકરી તેમજ ભત્રીજી અને નાની બહેન સાથે શારીરિક અડપલાં શરૂ કરતાં મહિલાઓ બૂમો પાડવા લાગી હતી. જે બાદ બંનેએ છરી બતાવી યુવતીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વાત આટલે જ અટકી ન હતી. પણ થોડીવારમાં જ બંને યુવાનોનાં બે મિત્રો પણ પાર્લર પર આવી ચઢ્યા હતા. અને ચારેય ભેગા મળી મહિલા સંચાલકને માર માર્યો હતો. જે બાદ લોકો એકઠાં થઈ જતાં ચારેય યુવાનો ભાગી ગયા હતા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો