સમાજના આગેવાનોની સહેમતી હશે તો રાજકોટથી ચૂંટણી લડીશ : પરેશ ગજેરા

-ભાજપ રાજકોટથી ચૂંટણીના રણ મેદાનમાં ઉતારે તેવી પોસ્ટરમાં સૂચક નોંધ બની

-આ પૂર્વે અમરેલીમાં પણ ભાઇ આવે છે અમરેલીથીના પોસ્ટરો લાગ્યા હતા

લોકસભા ચૂંટણી જાહેર થાય બાદ તુંરત જ ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો દ્વારા પાટીદાર વોટ બેન્કને આકર્ષવા માટે અનેક પ્રયત્નો થઇ રહ્યા છે તેવામાં હાર્દીક પટેલના કોંગ્રેસ પ્રવેશથી રાજકારણ ગરમાયું છે. તો બીજી બાજુ રાજકોટથી પાટીદાર અગ્રણી અને ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી પરેશ ગેજરાને ભાજપ રાજકોટથી લોકસભાના ચૂંટણીના રણ મેદાનમાં ઉતારે તેવી અટકળઓ તેજ બની છે. મંગળવારે રાજકોટમાં અનેક જગ્યાઓ પર પરેશ ગજેરાને લોકસભા ટિકિટ મળશે તો સમસ્ત પાટીદાર સમાજ તેની સાથે તેવા પોસ્ટર વાઇરલ થતાની સાથે જ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.

રાજકોટમાં પોસ્ટર લાગ્યા તે પહેલા છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ અમરેલીમાં “ભાઇ આવે છે અમરેલીથી” નેક્સ્ટ એમ.પીના પોસ્ટર લાગ્યા હતા ત્યારે પણ રાજકારણ ગરમાયું હતું અને સ્પષ્ટ પણે પરેશ ગજેરાએ હું ચૂંટણી લડવાનો નથી તેવું કહ્યું હતું અને સમાજ સેવામાં મજા આવે છે તેમ કહ્યુ હતું. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી ભાજપ પાટીદાર વોટ બેન્કને આકર્ષવા માટે ગજેરાને મેદાનમાં ઉતારે તેવી વાત વહેતી બની છે.

શહેરમાં લાગેલા પોસ્ટર મુદ્દે પરેશ ગજેરાએ સ્પષ્ટા કરી કે લોકસભા ચૂંટણી માટે જો મને ટિકિટની ઓફર થશે તો ચર્ચા કરીશ સાથે તેમ પણ કહ્યુ હતું કે જો ચૂંટણી લડીશ તો રાજકોટ બેઠક પરથી જ લડીશ અને સમાજના આગેવાનોની સહેમતી હશે તો જ લડીશ. આ વાતથી ભાજપ તેમજ પાટીદાર સમાજમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો