ખાનગી સ્કુલોથી વાલીઓ હવે સરકારી સ્કુલો તરફ વળ્યા, 17 હજાર વિદ્યાર્થીઓએ AMC સ્કુલમાં લીધો પ્રવેશ, રાજ્યસ્તરે આ આંકડો છે ખૂબ જ મોટો

કોરોનાનો કહેર અને લોકડાઉનને કારણે અનેક લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે, જેને કારણે વાલીઓ હવે ખાનગી સ્કુલોથી સરકારી સ્કુલો તરફ વળી રહ્યા છે. જેની સીધી અસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલોને થઇ છે. ચાલુ વર્ષે હાલ સુધીમાં 17 હજાર વિદ્યાર્થીઓએ AMC સ્કુલમાં પ્રવેશ મેળવ્યો છે, જ્યારે રાજ્યસ્તરે આંકડો 6 લાખને પાર કરી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ વિશે મળતી માહિતી પ્રમાણે એક તરફ લોકડાઉન અને બીજીતરફ રાઇટ ટુ એજ્યુકેશનની એડમિશન પ્રક્રિયા શરૂ ન થતા વાલીઓનો સરકારી સ્કુલો તરફનો જોગ વધ્યો છે. કોરોનાના કારણે નોકરી ધંધાને માઠી અસર પહોંચી છે. ત્યારે બીજી તરફ ખાનગી સ્કુલો વાલીઓ પાસેથી મસમોટી ફી માટે દબાણ કરવામા આવી રહ્યુ છે. જેને કારણે વાલીઓનો કોર્પોરેશનની સ્કુલોમાં પ્રવેશ માટે ઘસારો જોવા મળી રહ્યો છે.

આ વર્ષે અત્યાર સુધીમાં નવા 17,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જેમાં ધોરણ 1માં 14,500 જ્યારે અંગ્રેજી માધ્યમના કે.જીના વર્ગોમાં 2500 બાળકોએ પ્રવેશ લીધો છે. ગતવર્ષે જુલાઈ મહિના સુધી 10,500 જેટલા વિદ્યાર્થીઓ સામે આ વર્ષે 17,000 નવા વિદ્યાર્થીઓ થયા છે અને આગામી સમયમાં શાળાઓ ખુલવા સુધીમાં આ આંકડો 20 હજારને આંબી જશે તેમ કોર્પોરેશનનુ સ્કુલ બોર્ડ માની રહ્યુ છે.

રાજ્યસ્તરની વાત કરવામા આવે તો આ વર્ષે 6 લાખ જેટલા બાળકોએ ધો.1માં પ્રવેશ લીધો છે. સરકારી સ્કુલોમાં વિદ્યાર્થીઓ વધવાનુ બીજુ મહત્વનુ કારણ એ પણ છે કે ખાનગી સ્કુલો શિક્ષકોને પુરતો પગાર આપતી નથી અને યોગ્ય લાયકાત ન હોય તો પણ શિક્ષક તરીકે નોકરી આપે છે. જ્યારે સરકારી સ્કુલોમાં બીએડ થયેલ હોય તેવા જ પ્રશિક્ષિત શિક્ષકોને નોકરી આપવામા આવે છે. ઉપરાંત હાલમા સ્માર્ટ સ્કૂલના કારણે વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જેની સીધી અસર કોર્પોરેશન સંચાલિત સ્કુલોમાં જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો