રાજકોટમાં માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

રાજકોટ શહેરમાં (Rajkot city) સોશિયલ મીડિયા (social media) મારફતે સગીરા સાથે મિત્રતા કેળવી તેને પ્રેમજાળમાં (love trap) ફસાવી જાતીય સતામણી (molestation) કરતા આરોપી મયુર પરમારની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે મહિલા પોલીસ (woman police) દ્વારા આઈ પી સી ની કલમ 354 (ક), 506(2) તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ આપતો અધિનિયમ 2012ની કલમ 7,8 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ત્યારે હાલ મહિલા પોલીસ દ્વારા આરોપી મયુરભાઈ રસિકભાઈ પરમાર ની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે

પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી મયુર દ્વારા ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી હતી. સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, કોરોનાના કારણે મારે ઓનલાઇન અભ્યાસ કરવાનો હોય જેના કારણે મારા માતા-પિતાએ મને મોબાઇલ લઇ આપ્યો હતો.

લાલ પાર્કમાં હું મયુરના ઘરે જતા તેણે મારી સાથે બળજબરી કરી નિર્લજજ હુમલો કર્યો હતો. તેમજ કેટલાક ફોટા પણ પાડી લીધા. તેના આવા વર્તનથી હું ગભરાઈ ગઈ હતી તેમજ આ બાબતની વાત મેં કોઈને કરી નહોતી. પરંતુ મારા ભાઈએ મોબાઈલમાં મેસેજ જોઈ જતા ભાઈ અને પિતા મયુરને તેના ઘરે સમજાવવા ગયા હતા.

જ્યારે મારા પિતા અને ભાઈ મયુરના ઘરે પહોંચ્યા ત્યારે મયુરે તેઓને મારા ફોટા તથા મેસેજ વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી તો સાથે જ મારા પિતા અને ભાઈ ને માર પણ માર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા અનેક વખત કોરોનાના કારણે શરૂ થયેલ ઓનલાઇન અભ્યાસના અનેક ખરાબ પરિણામો સામે સામે આવી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વે કેટલાક બાળકો ઓનલાઇન અભ્યાસની આડમાં પોર્ન સાઇટ સર્ચ કરતા હોય વિઝીટ કરતા હોય તે પ્રકારના કિસ્સા પણ સામે આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો