વાલી મંડળ દ્વારા ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને 50 ટકા ફીમાં રાહત આપવા માંગણી, કર્મીઓને રાહત પેકેજ આપવા માગ

કોરોના મહામારીના કારણે ગત વર્ષે સ્કૂલો બંધ રહેવાથી ખાનગી સ્કૂલોની ફીમાં ૨૫ ટકા કાપ મૂકવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો હતો. જોકે આ વખતે પણ હાલની પરિસ્થિતિ જોતા સ્કૂલો બંધ રાખવાનો સરકારે આદેશ આપેલો છે. જેથી આ વર્ષે પણ ખાનગી સ્કૂલોની ફીમાં વાલીઓને રાહત આપવામાં આવે તેવી માંગ ઊઠી છે. રાજ્યના વિવિધ વાલી મંડળ દ્વારા ખાનગી સ્કૂલોની ફીમાં ૫૦ ટકાની રાહત આપવામાં આવે તેવી સરકારમાં રજૂઆત પણ થઈ છે.

ગુજરાત વાલી મંડળ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરાઈ છે કે, રાજ્યમાં હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લીધે પ્રજાજનોને આર્થિક તેમજ સામાજિક નુકસાન થયું છે. હાલ લોકો પાસે ધંધા-રોજગાર કે આવકનો સ્ત્રોત ઓછો થયો છે. આવી પરિસ્થિતિમાં ધોરણ ૧થી ૧૨ના વિદ્યાર્થીઓની ૫૦ ટકા ફી માફી કે એફઆરસીના ટયુશન મુજબ થાય તેવી વાલી મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે. ગત વર્ષ એટલે કે ૨૦૨૦માં વાલી મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક પીઆઇએલ કરવામાં આવી હતી અને હાઇકોર્ટે હુકમ કર્યો હતો કે સરકાર વાલીઓને રાહત આપે. જેથી આ વર્ષે પણ તમામ શાળાઓએ વર્ષ ૨૦૨૧-૨૨માં ફી વધારો ૨૦થી ૨૫ ટકા મુકેલો છે. જેને લઇને અમે આપને પચાસ ટકા ફી માફીની માગણી કરી છે.

ખાનગી સ્કૂલ કર્મીઓને રાહત પેકેજ આપવા માગ

ખાનગી સ્કૂલો દ્વારા પણ સરકાર પાસે રાહત પેકેજ જાહેર કરવાની માગ કરવામાં આવી છે. અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે, કોરોના ના ડર ને કારણે નાગરિકોનું વતન તરફ પ્રયાણ કરવાથી શાળાઓમાંથી વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થવાથી શાળાઓની આવક બંધ થઈ ગઈ છે.

આવા સંજોગોએ શાળાના કર્મચારીઓના પગાર ચૂકવવા શાળા બિલ્ડીંગના લોનના હપ્તા ભરવા શાળા સંકુલ નો નિભાવ ખર્ચ વગેરેમાં શાળાઓને મુશ્કેલી પડી રહી છે આથી સેલ્ફ્ ફયનાન્સ શાળાઓમાં બંધ થવાની શરૂઆત થઇ ગઇ છે, જેના કારણે હજારો કર્મચારીઓ બેકાર બનશે. આ સંજોગોએ શાળા કર્મચારીઓને પગાર અને શાળા નિભાવ માટે રાહત પેકેજ જાહેર કરવું જરૂરી છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો